SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ શ્રીસુખમનીગુરુના દીકરા મોહન સે મોટા ભાગને ને મુખ્ય સંગ્રહ પડે. હતે. પણ, આપણે ઉપર જોઈ આવ્યા કે, મોહનને પિતાને ચેથી પાદશાહી ન મળી એનું દુઃખ હતું. એટલે જ્યારે અર્જુનદેવે પિતાના માનીતા શીખ ગુરદાસને તેની પાસેથી સંગ્રહ માગવા મોકલ્યા ત્યારે એણે એને ઘરમાં જ ન પેસવા દીધે, અને ગુરુદાસને વાત જ કર્યા વિના પાછા આવવું પડયું. એટલે ગુરુએ શીખવર્ય ભાઈ બુધાને મોકલ્યા. પહેલાંની જેમ જ આ વેળા પણ મોહને ઓરડાનાં બારણું ઉઘાડયાં જ નહિ ને નિરાશ થઈ ભાઈ બુધાને પાછું આવવું પડયું. એટલે ગુરુ જાતે ઊપડયા. આજીજી કર્યાના પરિણામે હઠીલા મોહને મળવા જેટલી તત્પરતા બતાવી, પણ કહ્યું કે, “મારા કુટુંબની ગાદી પચાવી પડી; ને હવે અમારો ધર્મવાણી ને સાહિત્યને વારસેય ઝૂંટવવા આવ્યો ?” છતાં ગુરુએ તે પિતાની આજીજી ને આગ્રહ ધપાવ્યે જ રાખ્યાં. પરિણામે મોહન પીગળ્યો, અને પ્રથમ ત્રણ ગુરુઓની વાણીનો મહત્ત્વને સંગ્રહ ગુને મળ્યો. આટલેથી જ ગુરુનું સંગ્રહસંપાદન પૂરું નહોતું થતું. એમને તે ગુરુઓને અશરીરી એ જે શબ્દ તે સંઘરવો હતો : વ્યક્તિને નહીં પણ સત્ય શબ્દને જ્યાં જ્યાંથી આવરે હોય ત્યાંથી મેળવીને એ મૂર્તિમંત કરવો હતો. અને એ શબ્દ દેશની તથા પરદેશની. બધી ભાષાઓમાં ઊનરે અને “પાણી પર તેલ જેમ પ્રસરે છે એમ જગતભરમાં પ્રસરે” એવી એમની ઈચ્છા હતી; અને એમ એમણે એમના શીખોને આજ્ઞા પણ આપી હતી. એથી એમણે જયદેવથી માંડીને એમના સમકાલીન સુધીના બધા ઈશ્વરભક્તોને – હિંદુ મુસલમાન, સ્ત્રી પુરુષ ગમે તે – તેમની વાણી મોકલવા નેતર્યા. જે સતનામ અને ધર્મપ્રવર્તન ગુરુ નાનકે ઉપદેશ્યાં હતાં, એને અનુકૂળ ને પિષક એવી જેટલી ભક્તવાણી લખેલી કે મૌખિક એમને મળી, તે બધી એમણે સાભાર સ્વીકારી. જેટલી જેટલી વાણી મળી તે તપાસી
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy