________________
શ્રીસુખમની
- હૃદયની આ પ્રસન્નતા આ જગત પરના એમના અંતિમ છેડા દિવસોની વેદનાથી ડહોળાવાને બદલે ઊંડી બની હતી. રાજસત્તાએ તેમના શરીર ઉપર અવર્ણનીય અત્યાચાર કર્યા, ત્યારે ગુરુ જે ભાવનાથી તેની સામે ટકી રહ્યા, તે ભાવનાથી સહન કરનારાઓ જગતના ઇતિહાસમાં બહુ ઓછા છે. તેમને મતે એ ભાવના ગ્રંથસાહેબના સારરૂપ હતી; અને તે તેમણે ત્રણ સુંદર શબદોમાં વ્યક્ત કરી છેઃ સત્ય, સંતોષ અને વિચાર. ગુરુ સત્યને વફાદાર રહ્યા; દુઃખો વખતે સંતોષ રાખી રહ્યા; અને શરીર ઉપરના નિર્ઘણ અત્યાચારને વિચારશસ્ત્રથી તેમણે સામને કર્યો. એમ કહેવાય છે કે, રક્તકણે (Corpuscles) જે પ્રવાહીમાં તર્યા કરે છે, તેમાં લેહ હોય છે. એટલે કે આપણા લેહીમાં લેહ રહેલું છે. તેને લોહ વિના ન ચાલે – જીવન જ ન ટકી રહે. આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ એ વાત સાચી છેઃ ગુરુ અર્જુનના આત્મામાં લેહ હતું, તેથી તેમની જીવનજ્યોત જરાય ફરકી નહિ. ઈશ્વરની એવી મરજી દેખાય છે કે, હિંદુસ્તાનનું ભાવિ પાર પડે તે માટે તેના આત્મામાં આધ્યાત્મિક લેહ દાખલ થવું જોઈએ.
હવે હું સુખમનીની કેટલીક વિશેષતાઓ ઉપર આવું. પ્રથમ તે તેમાં મૂઢાગ્રહ કે દાર્શનિક ચર્ચાઓ નથી. જીવનના પ્રશ્નો પરત્વે સુખમનીનું દષ્ટિબિંદુ તદ્દન વ્યવહારુ છે. દુનિયા કયારે ઘડવામાં આવી, સોયની અણી ઉપર કેટલા વાત્માઓ નાચી શકે ? – આવી જાતના અને વિજ્ઞાનયુગ પૂર્વેના ખ્રિસ્તી યુરેપના પંડિતોનું દયાન ખેંચી રહ્યા હતા. ગુરુ આવા પ્રશ્નને ધાર્મિક જીવન સાથે કશા સંબંધ વિનાના ગણીને તેમના તરફ દુર્લક્ષ્ય કરે છે. હું કહું કે, ધર્મની પ્રાણરૂપ બાબતે ઉપરના લક્ષને જેટલે અંશે આવા પ્રશ્નો. વિચલિત કરે છે, તેટલે અંશે તેઓ આધ્યાત્મિક જીવનના વિકાસને હાનિકર્તા છે. “સુખમની” તે જીવનકળાનું શાસ્ત્ર છે.