SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ અર્જુનદેવ આ પ્રમાણે પ્રજાની સ્થિતિ છે, ને અધૂરામાં પૂરું કરવા. દેશ પર બાબર ચડી આવે છે. તેણે જે નાશ કર્યો ને લેકની કાલે કરી, તે જોઈને નાનકદેવનું હૃદય કેટલું બધું કકળી ઊઠયું હશે, તેને ખ્યાલ નીચેના ભજનથી કાંઈક આવી શકે ? खुरासान खसमाना कीआ हिंदुसतान डराइआ । आपै दोसु न देइ करता નમું વર મુહુ ચાફા . एति मार पई करलाणे तें की. दरदु न आईआ. જતા હું તેમના િતો. जे सकता सकते कउ मारे ता मनि रोस न होइ । सकता सीहु मारे पै वगै खसमै सा पुरसाही रतन विगाडी विगोए कुत्तीं मुइआ सार न काही “હે પ્રભુ, તમે ખુરાસાનને વહાલું કર્યું ને હિંદને ડરાવવા ધાર્યું. તેમાં આપને તે કશો દેષ લાગતું નથી ? મોગલરૂપે યમે જ આવીને અમારો નાશ કર્યો. પણ, પ્રભુ, એટલું એટલું દુઃખ, એટલી એટલી દર્દીની ચીસ સાંભળી તમને કાંઈ ન થયું ? હે કર્તા, તમે સૌના સરખા છો. સશક્ત સશક્તને મારે તેમાં મનમાં રોષ. નથી થતો. પણ, ભૂખ્યો સિંહ ગાયોના વૃંદ પર તૂટી પડે, ત્યારે તે ગે પાળે એની મરદાનગી બતાવવી જોઈએ.” આ અને આવાં દુઃખદદથી ભરેલાં ભજનો ગુરુની વાણીમાં કેટલાંય છે, જેમાં તે લેકની ઢંગઢાળા વિનાની સ્થિતિનો અફસોસ કરે છે; ને પિતાને અટળ વિશ્વાસ જાહેર કરે છે કે, સાચા ઈશ્વરશરણથી એ બધું સુધરી જશે.
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy