SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ - શ્રીસુખમની ર૧-૮ જ્યાં શુદ્ધ ભક્ત હોય છે, ત્યાં તે પિતે શુદ્ધ સ્વરૂપે પ્રગટે છે, અને જ્યારે આ બધે પસાર કરે છે, ત્યારે પણ સંતનો પ્રતાપ સ્થાપવા માટે જ કરે છે. (૧) | (સુષ્ટિરૂપે) વ્યક્ત સ્વરૂપ તેમ જ મૂળ શુદ્ધ સ્વરૂપ – એ બંને સ્થિતિને માલિક તે પોતે જ છે, એની શેભા-પ્રશંસા એને જ છાજે છે. (૨) પોતે જ આ બધે ચમત્કાર, આનંદ અને ખેલ કરે છે, પિતે જ એને રસ ભેગવે છે અને છતાં પાછો નિલેપ જ રહે છે. (૩) પિતે ઈચ્છે તેને જ પિતાનું નામ જપવામાં ખેંચી લાવે છે; અને પિતે ઇચ્છે તેને સૃષ્ટિના ખેલમાં રમાડ્યા કરે છે. (૪) પરમાત્મા પિતે અનંત, અથાગ, અગણ્ય, અતલ છે; દાસ નાનક તે પ્રભુ પ્રેરે છે તેમ (આ બધું) બેલે છે. (૫) આમ નિરાકાર સ્વરૂપના અંતિમ એકત્વને ઇશારે કર્યા પછી જગતની સાપેક્ષતાએ – જીવની દષ્ટિએ – એ રૂપ તે પરમેશ્વર છે – પરમાત્મા છે, એ કહેવા તરફ હવે ગુરુ જાય છે - ૧. ભક્તિ વડે પોતે પ્રાપ્ત થઈ શકે છે, એ ભક્તનો પ્રતાપ સ્થાપિત કરવા. બીજા શબ્દોમાં કહીએ તો, ભક્તિ વડે જીવ પરમાત્માને પ્રાપ્ત કરી શકે તે માટે આ બધે વૈત-વિસ્તાર છે. –સંપા. ૨. કોઈ બીજાના હુકમથી કે કશાની બળજબરીથી તે એમ કરતે નથી.–સંપા. ૩. એમાં કશી આશા – આકાંક્ષા - કામના તેને નથી.–સપાટ ૪. આ બધા ભાવ માટે જુઓ નરસિંહ મહેતાનું ભજન - વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. વેદ તે એમ વદે, શ્રતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન હોય.
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy