________________
ગુરુ અર્જુનદેવ “(ઊંચનીચભાવને લીધે) તિરસ્કારથી નાત પડી જઈ તેમને ધાર્મિક પ્રતિષ્ઠા અપાતી. વેદ, પુરાણ ને શાસ્ત્રોને નામે સામસામે બ્રાહ્મણે કજિયા કરતા. ખટદર્શનના વેત્તાઓય લડતા. અને એમ કરીને એ બધા ધરાઈને વહેમ ને દંભ જ પોષતા હતા.
“હિંદુઓમાં જ ચાર નાત હતી એમ નહિ, મુસલમાનેને પણ ચાર નાત હતી. અને હિંદુઓ ગંગા કાશીને પૂજતા તે મુસ્લિમ મક્કા કાબાને. આમ બેઉ ધર્મોમાં અજ્ઞાન ચડી વાગ્યું હતું. . . . અને (બીજા બધા કરતાં) સત્યને જ તે ભૂલતા હતા.”
ધાર્મિક માણસોએ લોકની અંદર રહી તેમને દેરવા જોઈએ, તેને બદલે તેઓ પર્વનના એકાંતમાં જતા હતા. અને તેથી જગતમાં કઈ સબોધ આપનાર રહેતું નહિ. સંન્યાસીઓ શરીરે ભભૂત તે રાતદહાડે લગાવતા, પણ તેમની પાસે કાંઈ જ્ઞાન નહોતું. અને એમ ગુરુ વિનાની દુનિયા નધણિયાતી નાશ પામી રહી હતી. રાજાઓ બધે જુલમી હતા; અને એમ જે વાડ રક્ષણ માટે હોય તે જ ભણવા લાગી હતી. ટ્રસ્ટીઓ તેમના ટ્રસ્ટના પૈસા ખાય; શિષ્યની સેવા ગુરુ કરે; ન્યાયાધીશે લાંચિયા હતા ને અન્યાય ચૂકવના; સ્ત્રીઓ ધન જોઈને પતિપ્રેમ કરતી; અને આમ બધે પાપ પ્રસર્યું હતું.”
ગુરુ નાનકે પોતે પણ તે સમયને ચિતાર પિતાનાં કેટલાંક ભજનોમાં આપ્યો છે, તેમાંથી આ એક છે :
लबु पापु दुइ राजा महता
कूडु होआ सिकदारु । कामु नेबु सदि पुछीऐ
बहि बहि करे विचारु ॥ अंधी रयति गिआन विहूणी
भाहि भरे मुरदारु ।