SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ અર્જુનદેવ फूटो आंडा भरमका मनहि भइओ परगासु । काटी बेरी पगहते गुरु कीनी बंदी खलासु ॥ सचु थानु सचु बैठका सचु सुआणु बणाईआ । सचु पूंजी सच बखरो नानक घरि पाइआ१ ॥ [મારું મ ] શીખધર્મના સંસ્થાપક બાબા નાનક (૧૪૬૯-૧૫૩૯) હિંદમાં મોગલ સામ્રાજ્યની સ્થાપનાના દ્રષ્ટા હતા. બાબરના સમકાલીન હઈ તેને મળવાનું અને તેની સાથે કાંઈક અથડામણમાં આવવાને પણ પ્રસંગ તેમને મળ્યો હતે. મોગલ સમ્રાટે સાથે ગુરુઓને આ સંબંધ પ્રથમ ગુરુથી થયો તે ઠેઠ દસમા ગુરુ સુધી ચાલ્ય; અને તેની સાથે મોગલ સમ્રાટની ઉજજવળ કીર્તિને અંત આવ્યો અને ધૂળ ગુરુપરંપરાને પણ અંત આવ્યો, પણ શીખ ઈતિહાસની જાહેરજલાલી શરૂ થઈ. એ આખી જાહોજલાલીના મૂળમાં આ દશ ૧. “ભ્રમરૂપી ઈડું ફૂટી ગયું ને મનમાં પ્રકાશ થયો છે. ગુરુએ પગની બેડી કાપી નાખીને બંદીને મુક્ત કર્યો છે. સત્ય મારું સ્થાન છે, સત્ય મારી બેઠક છે, અને સત્યને મેં મારો સ્વામી બનાવ્યો છે. સત્ય મારી પૂંજી છે ને સત્ય મારો માલ છે. નાનક કહે છે, એમ કરી હું ઘર બેઠાં ઈશ્વરને પામ્યો છું.”
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy