SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ચથપરિચય ભિન્ન ન લાગે. એની સરળતા સાથે ગુરઓનાં થનની સહૃદયતા મળીને એમાં એક અદ્વિતીય સચોટતા આવે છે, જે વાચકના મન પર અસર કર્યા વિના ન રહે. બુદ્ધ, મહાવીર, અને બીજા ધર્મ પરિવર્તકની જેમ, શીખ ગુરુઓએ પોતાનો બોધ લોકોની ભાષામાં જ આપવાને આગ્રહ રાખેલ. ગીર્વાણ ભાષામાં જ ધર્મગ્રંથ હોય એ જે રૂઢિગત માન્યતા હતી, તે તેમણે તોડી હતી. આગળ જઈને એમણે તો લિપિ પણ નવી જ આપી, એ વિશેષ કહેવાય. તેને ગુરુમુખી કહે છે ને આજે ઉર્દૂ સાથે એ પંજાબમાં પ્રચલિત છે. શ્રીજપજી અને શ્રીસુખમનીને શીખામાં ખૂબ આદરમાનથી પાઠ થાય છે. આજ પણ શ્રદ્ધાળુ શીખે આ બે ગ્રંથે તે માટે કરે છે અને રોજ તેમને મુખપાઠ કરીને જ પોતાને પ્રાપ્તર્વિધિ પૂરે કરે છે. આ ઉપરાંત, હમેશ સવારે પ્રભાતિયાની માફક ગાવામાં આવતી આસા દી વાર', આનંદ કે ઉત્સવને પ્રસંગે ગવાતે “આનંદ” પાઠ, આરતી વગેરે મોઢે હોય છે. છતાં એ બધામાં “શ્રીજપજી” પ્રથમ સ્થાને અને શ્રીસુખમની તેને પડખે હોય છે. શીખ ધર્મની અનેક શૌર્ય- અને શ્રદ્ધા- દીપક કથાઓમાંની એક પરથી આ બે ગ્રંથોનું કેવું અગ્રસ્થાન છે તે સમજાશે. ભાઈ મણિસિંગ કરીને એક શ્રદ્ધાળુ શીખ હતે. ગ્રંથસાહેબને તે પાઠીન હતે. ઈ.સ. ૧૭૩૮માં, તે વખતના મુસલમાન સૂબાની રજા લઈ એણે દિવાળીને ટાંકણે શીખેને એક મેળો ભર્યો હતે. સૂબાએ આ ભરવા દેવામાં એ શરત કરી હતી કે, મેળામાં આવનાર પર હૈડિયા લેવાશે ને તે એણે ઉધરાવી આપ જોઈશે. અને તેના પાલનની એકસાઈ ૧. પાઠી = પાઠ કરનાર; પરંપરાનુગત રાગપદ્ધતિથી ગાનાર લોક ખાસ હોય છે તેમને શીખ પાઠી કહે છે.
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy