________________
શ્રીમુખ મની सोधत सोधत सोधत सीझिआ । गुरप्रसादि ततु सभु बूझिआ ॥४॥ जब देखउ तब सभु किछु मूलु । नानक सो सूखमु सोई असथूलु ॥५॥
શબ્દાર્થ [દુ = સ્વસ્થ, સુખપૂર્ણ. સીબ્રિમા = પરિપકવ થયો – સફળ થય – સિદ્ધ થયો. મૂર્ણ = મૂળ, કારણ.]
૧૪ - ૫ જેના મનમાં અને ચિત્તમાં હરિ પ્રભુ આવીને વસે છે, તે સંત સુખિયે થાય છે, પછી (ભકિત અને ચિંતનમાંથી) તે ચળ નથી. (૧)
જેના ઉપર પ્રભુ પિતાની કૃપા કરે, તે સેવક પછી કયાંય શાનાથી ડરે? (૨)
જેવા પ્રભુ છે તેવા તે જોઈ લે છે. પિતાની કૃતિ (પિંડ તેમ જ બ્રહ્માંડ)માં તે સમાઈ રહેલા છે. (૩)
(પ્રભુને) શોધતા શોધતે તે (ભક્ત) સિદ્ધ (સફળ) થાય છે; ગુરુની કૃપાથી સકળ તત્વ તે સમજી લે છે. (૪)
જ્યાં દેખું છું ત્યાં બધાનું મૂળ (જે પરમાત્મા તે) જ દેખાય છે; નાનક કહે છે કે, તે પરમાત્મા જ સૂક્ષ્મ છે, અને તે જ સ્થૂલ પણ. (૫)
ભક્તની દષ્ટિએ જે સત્ય છે તે છે જ; ને જે અવરજવરને વિકાર (એટલે કે, દશ્ય જગત) છે, તે એ સત્ય–પરમાત્માની આજ્ઞા પ્રમાણે છે; એ તે બધાને નિયામક છે, એમ હવે પછીના પદમાં (૧૪: ) કહે છે–