________________
“સુખમનીમાં ગુરુ અર્જુને પેાતાને અતરાત્મા ઠાલવ્યેા છે. ગુરુ અર્જુનને મેં ચાર રૂપે ચિતવ્યા છે: વ્યવસ્થાપ તરીકે, કવિ તરીકે, એક સમન્વયના દ્રષ્ટા તરીકે તથા ધમના રાહીદ તરીકે, અને એમના એ રૂપની અન્ય મહત્તા જોઈ હું મંત્રમુગ્ધ થયા છું...
..
“આ સંત પુરુષમાં વિના આત્મા હતા. તેમનાં પદો પરમ વિશ્વાત્માને – માનવ સૃષ્ટિના પરમ ઐકયને કવિહૃદયે અપેલી અંજલીરૂપ છે...
“ગુરુ કહે છે કે, ‘સુખમની' સંતેાના હૃદયમાં રહેલુ છે. અને ગુરુના હૃદયમાં ‘સુખમની’ હતું. તેમનું હૃદય પરમાત્માના સાન્નિધ્યથી નીપજતી શાંતિથી પરિપૂર્ણ હતું. સુખમની રાબ્દને અર્થે મનની શાંતિ અથવા પ્રસન્નતા’ થાય છે, તેથી તેને હું ‘શાંતિ-પ્રસન્નતાની ગાથા' કહું છું........
“અનેક વાર મને લાગ્યું છે કે, ભગવદ્ગીતા અને ‘સુખમની’ એ બે એવાં પુસ્તકા છે કે, જેમને દરેક હિંદી નવયુવાને અવશ્ય નવાં જોઇએ. વ્યાપક રાષ્ટ્રભાવનાં પાચ પુસ્તા તરીકે એ બહુ સારું વાચન નીવડે.......'
--અધ્યાપક ટી. એલ. વાસવાણી