________________
કરવામાં આવે છે. મૂળ આવૃત્તિમાં આ ધરમૂળ ફેરફાર કરાવી નાખવામાં તેમને હેતુ મૂળની પ્રાસાદિક વાણીને લેકગમ્ય થવા દેવાને જ હતુંઅને તે વસ્તુ જ લક્ષમાં રાખી આ સંપાદન તૈયાર કરવામાં આવ્યું છે. તેમના હુકમનું પાલન કરવા જતાં મારી વૈયક્તિક ઊણપને કારણે જે કંઈ ક્ષતિ આવી ગયેલી માલૂમ પડે, તે માટે હું જ જવાબદાર છું અને ગણાઉં. બાકી, “સુખમની જેવા સુખના મણિને ગુજરાતી વાચકોને સુલભ કરી આપવાને મૂળ સંક૯૫ તેઓશ્રીને જ છે અને તેનું સર્વ શ્રેય પણ. એ મણિના પર્શથી અનેક ગુજરાતી ભાવુક સ્ત્રી-પુરુષોએ અંતરનું સુખ પ્રાપ્ત કર્યું છે, એને હું સાક્ષી છું. અને આ નવા સ્વરૂપે વળી વિશેષ બહેળા સમુદાયને તે ઉપયોગી થઈ પડશે એની મને ખાતરી છે. શ્રી. મગનભાઈ જેવા સપુરુષો સમાજ વચ્ચે જન્મે એને લાભ જ એ છે કે, તેઓ પિતાના સહબંધુઓ અને ભવિષ્યની પેઢીઓ માટે હિતકર એવી અનેક કેડીએ, પિતાની આર્ષ દૃષ્ટિથી જોઈ લઈ, લકસુલભ કરતા જાય છે.
પુસ્તક છપાવા લાગ્યા પછી અનુવાદમાં કે શબ્દાર્થમાં જે કંઈ સુધારા-વધારા કરવા યોગ્ય લાગ્યા, તે પૂનિ મથાળા હેઠળ પુસ્તકને અંતે આપ્યા છે. અષ્ટપદીની, તેના પદની અને બ્લેકની સંખ્યા શરૂઆતમાં મૂકીને એની ગોઠવણી કરી છે. તેથી સુજ્ઞ વાચક જલદીથી અને સહેલાઈથી તે સ્થળો શોધી શકશે.
બીજી આવૃત્તિ થાય તે વેળા, સંપાદકે એ બધું દયાનમાં રાખી, મૂળમાં અને ફૂટનમાં એ સુધારાવધારા કરી લેવા કે દર્શાવવા ઠીક થશે.
પુસ્તકનું લાંબું શુદ્ધિપત્ર કદાચ એંકાવનારું લાગશે. પણ મૂળ નાગરી લખાણના કેટલાક શબ્દ બરાબર ન ઊઠયા હોય અથવા શબ્દ ઉપરની માત્રાઓ છાપતી વેળા જ ઊડી ગઈ હોય, ત્યારે મૂળને