SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ મળે. મૂળ વાણું પંજાબી ચાલુ હિંદીને ઘણે અંશે મળતી આવતી હાઈ હિંદી જાણનાર ગુજરાતી-સિંધી ભાઈબહેન થોડી મદદથી જરૂર તેને આસ્વાદ માણી શકે. મૂળ પાઠ આપવાનું તેમનું પગલું હિંમતભર્યું' એ અર્થમાં કહેવાય કે, તેમણે મૂળ પાઠ આપવાનું નકકી કર્યું એટલે પછી તેની સાથે ગુજરાતી અનુવાદ પધમાં આપવાને બદલે ગદ્યમાં જ આપવાનું ઠરાવ્યું. આમ વર્ષોની મહેનતથી પોતે રચેલ પદ્ય અનુવાદને નામશેષ કરી નાખવો, એ ખરે જ તેના સર્જક માટે હિંમતભર્યું કાર્ય કહી શકાય. ગદ્ય અનુવાદ મૂળના શબ્દોને સીધે અનુસરી શકતું હોવાથી મૂળ પાઠ સમજવામાં વધુ ઉપયોગી થાય એ ઉઘાડું છે. શ્રી ગુરુ ગ્રંથ-સાહેબમાંથી મૂળ પાઠ ઉતારવાનું તથા પધ અનુવાદને અનુલક્ષી ગદ્ય અનુવાદ તૈયાર કરવાનું કામ તેઓશ્રીએ મને સોંપ્યું. તેમના સંગથી હું પણ વર્ષોથી ગુરુ ગ્રંથસાહેબને રોજ પાઠ કરો આવ્યો હતો, એ તેઓ જાણતા હતા. તેમના માર્ગદર્શન પ્રમાણે નવેસર તૈયાર થયેલ જ પછનું નવું સંસ્કરણ પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે, અને હવે “સુખમની” પણ એ જ રીતે નવા કવરે બહાર પડે છે. “જપના ગદ્ય અનુવાદ તથા મૂળ પાઠના ઉતારાની હસ્તપ્રત તે ૩૧-૧૦-૬૬ થી તેમની પાસે જેવા માટે મૂકેલી હતી; “સુખમનીની હસ્તપ્રત તેમની ગેરમોજૂદગીમાં જ તૈયાર થયેલી છે. પરંતુ એ તૈયાર કરવામાં હું ‘જપમાં અનુસરેલ પદ્ધતિને જ અનુસર્યો હોઈ તેઓશ્રીની ઈચ્છાથી બહુ આડા-અવળે ગયો હોઉં એ સંભવ નથી. અષ્ટપદીને દરેક પદની નીચે પહેલાં મેં અઘરા અથવા જુદા ઉચ્ચારવાળા શબ્દોના અર્થ આપ્યા છે, અને પછી ગધ અનુવાદ આવ્યો છે. એ અનુવાદ તૈયાર કરતી વખતે મેં . શ્રી. મગનભાઈએ પિતાના હાથમાં આવેલાં સર્વ સાધનને ઉપયોગ કરી તૈયાર કરેલા
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy