________________
નીતિનાથ ભગવાનનાની )
કર્તા શ્રી જિનરંગ વિ.મ.શ
શાંતિ જિનેશ્વર સાચો સાહિબ, શાંતિકરણ ઈન-કલિમેં હો જિનજી; તું મેરા મનમેં... તું મેરા દિલમેં, ધ્યાન ધરું પલ પલ મેં સાહેબજી. ભવમાં ભમતાં મેં દરિશન પાયો, આશા પૂરો એક પલમેં હો જિનજી. નિર્મળ જયોત વદન પર સોહે, નિકસ્યો જ્યે ચંદ બાદલમેં હો જિનજી. મેરો મન તુમ સાથે લીનો, મીન વસે જવું જલમેં હો જિનજી. જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર, દીઠોજી દેવ સકલમેં હો જિનજી.