________________
(૫૫) રવિસમ હતા જ્ઞાનેકરી પ્રભુ આપશ્રી તોપણ અરે, દી લઈ કુવે પડયે ધિકકાર છે મુજને ખરે. ૧૭ મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી, ને શ્રાવકે કે સાધુઓને ધર્મ પણ પાળે નહિ, પાપે પ્રભુ નરભવ છતાં રણમાં રડયા જેવું થયું, ધોબીતા કુત્તાસમું મમ જીવન સહુ એળે ગયું, ૧૮ હું કામધેનું કલ્પરૂ ચિંતામણિના પ્યારમાં, ખોટા છતાં ઝંખે ઘણું બની લુબ્ધ આ સંસારમાં જે પ્રગટ સુખ દેનાર હારે ધર્મ તે સે નહિ, મુજ મૂખ ભાવોને નિહાળી નાથ કર કરૂણા કંઈ. ૧૯ મેં ગ સારા ચિંતવ્યા તે રોગ સમ ચિંત્યા નહિ, આગમન ઈછયું ધનતણું પણ મૃત્યુને પ્રીછયું નહિ; નહિ ચિંતવ્યું મેં નકે કારાગ્રહ સમી છે નારીઓ, મધુ બિંદુની આશા મહીં ભય માત્ર હું ભૂલી ગયે. ૨૦ હું શુદ્ધ આચાર વડે સાધુ હૃદયમાં નવ રહ્યો, કરી કામ પર ઉપકારનાં યશ પણ ઉપાર્જન નવ કર્યો, વળી તીર્થના ઉદ્ધાર આદિ કોઈ કાર્યો નવ કર્યા, ફેગટ અરે આ લક્ષ ચોરાશી તણું ફેરા ફર્યા. ૨૧ ગુરૂ વાણુમાં વૈરાગ્યકેરે રંગ લાગ્યો નહિ અને, દુર્જનતણાં વાકયે મહી શાંતિ મળે કયાંથી મને? તરૂં કેમ હું સંસાર આ અધ્યાત્મ તે છે નહિ જરી. તુટેલ તળીઆને ઘડે જળથી ભરાયે કેમ કરી ? ૨૨
મેં પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતો હજી, - તે આવતા ભવમાં કહો ક્યાંથી થશે હે નાથ;