________________
શિશુ વિણ જળ સ્થિત ચંદ્રબિંબ, ઈચ્છા કરેજ સહસા જન કેણ અન્ય. . ૩ કેવા ગુણે ગુણનિધી! તુજ ચંદ્રકાન્ત, છે બુદ્ધિથી સુર ગુરૂસમ કે સમર્થ; જ્યાં ઉછળે મગરમચ્છ મહાન વાતે, રે કોણ તે તરી શકે જ સમુદ્ર હાથે. . ૪તે તથાપિ તુજ ભક્તિવડે મુનીશ, શક્તિ રહિત પણ હું સ્તુતિને કરીશ; પ્રીતે વિચાર બળને તજી સિંહસામે, ના થાય શું મૃગી શિશુ નિજ રક્ષવાને. પ . શાસ્ત્રજ્ઞ, અજ્ઞ ગણીને હસતાં છતાં એ, ભક્તિ તમારીજ મને બળથી વદાવે; જે કોકિલા મધુર ચિત્રવિષે ઉચારે તે માત્ર આમ્રતરૂ મેર તણા પ્રભાવે. | ૬ | બાંધેલ પાપ જનનાં ભવ સર્વ જેહ, હારી સ્તુતિથી ક્ષણમાં ક્ષય થાય તેહ; આ લોક વ્યાપ્ત નિશિનુંભમરા સમાન, અંધારૂં સૂર્ય કિરણથી હણાય જેમ. એ ૭ માનીજ તેમ સ્તુતિ નાથ તમારી આ મેં, આરંભી અલ્પમતિથી પ્રભુના પ્રભાવે; તે ચિત્ત સર્જન હરે જ્યમ બિંદુ પામે, મોતીતણું કમળપત્ર વિષે પ્રભાને. એ ૮ દુરે રહો રહિત દોષ સ્તુતિ તમારી, હારી કથા પણ અહો જન પાપ હારી; દુર રહે રવિ તદપિ પ્રભાએ, ખીલે સરેવર વિષે કમળે ઘણાંએ. છે ૯ આશ્ચર્યના ભુવન ભુષણ ભુતનાથ, રૂપે ગુણે તુજ સ્તુતિ કરનાર સાથ; તે તુલ્ય થાય તુજની ધનીકે શું પતે, પૈસે સમાન કરતા નથી આશ્રિતતે. છે ૧૦ છે જે દર્શનીય પ્રભુ એક ટસેથી દેખે, સંતોષથી નહિ બીજે જન નેત્ર પેખે, પી ચંદ્રકાંતા પય ક્ષીર સમુદ્ર કેરું, પીશે પછી જળનિધિ જળ કેણ