________________
(૪૬)આગમ સાંભલી ધરીએ આણું માલ. | ૩ | અરિહંત આણ પાલતાં, ધારી સમકિત શુદ્ધ, સુતારીકા દેવી ભલી યક્ષ અછતા બુદ્ધ, અચલગચ્છ સુહકરૂ ગુણનિધાન, સૂરિ શ્રી રવિચંદ્ર જીનેશ્વરૂ કર દુકૃત દૂરી. | ૪ |
सातमनी स्तुति.
( શાલ વિક્રીડિત છંદ). શ્રી ચંદ્રપ્રભુ દેવ અષ્ટમ જીન, ભાલ શશી અષ્ટમી, દેઢશે ધનુષની કાય, ઉજજવલ છબી પ્રણમે સુરા કિન્નરા, ફાલ્ગન વદની સપ્તમી શુભ દિને, જ્ઞાન વર્મા પંચમે આઠે કમનો ક્ષય કરી જીનવર, પામ્યા પરમ સંપદ. | ૧ | શ્રી સુપાર્શ્વનાથ વિમલ ગુણ ગણ, વંછિત સુખ દી, સ્વામી ધર્મનંત વિભુ જગજન, મોક્ષ સુખ દાયક, શાંતિ સુખકર દેવ ભવિયણ જના, શાંતિ સદા કારક, ચવણ મેક્ષ દે કલ્યાણક ગ્રહી, ઈત્યાદિ અનવર નમે.
૨ | શ્રી છનવર શુદ્ધાગમે ગ્રહી, હદિ વિસ્તાર કીજે મુદા, વિગ્નસપ્ત નિવારીએ સુખ ઈછું, પ્રમાદ આણી મને, સત્ય મહાભય વરછ દુઃખગ્રહ, નિર્ભય સ્થાનક લહી, ક્ષેત્ર સપ્ત વિચારીને પુણ્ય કરે સંતાપ નિવારી. | ૩ શ્રી જીન શાસન સેવ તત્પર અતી, સમકિત શુદ્ધ હક, યક્ષ માતંગ શ્રી શુભ પરિણતિ, શાંતાદેવી સદ્બુદ્ધિ, શ્રીમદ્દ અચલગચ્છ નાયક સુધી, આચાર્ય શ્રી ગુણ નિધી શ્રી રવિચંદ્રજીનેશ્વર મુજદિ, વાસ વસે સર્વદા. | ૪ |