________________
( ૧૦ ) દીવ્ય નયણ તણો રે, વિરહ પડયે નિરધાર, તરતમ જેગે રે તરતમ વાસના રે, વાસિત બંધ આધાર. પંથડે છે એ છે કાલ લબ્ધિ લહી પથ નિહાલશું રે, એ આશા અવિલંબ, એ જન જીવે છે, જિન જાણુજે રે, આનંદ ઘન મત અંબ. પથ૦ | ૬ | ઇતિ ॥ अथ श्री संभव जिन स्तवनं ॥
રાગ રામગિરિ, છે રાતડી રમીને કિહાંથી આવિયા રે, એ દેશી છે
સંભવ દેવ તે ધુર સે સવે રે, લહી પ્રભુ સેવન ભેદ, સેવન કારણ પહેલી ભૂમિકારે, અભય, અદ્વેષ, અખેદ. સંભવ છે ૧છે ભય ચંચલતા હે જે પરિણામની રે, દ્વેષ અરેચક ભાવ, ખેદ પ્રવતિ હો કરતાં થાકિયે રે, દેષ અધ લખાવ. સંભવ છે ૨ | ચરમાવતે હે ચરમ કરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક, દેષ ટલે વલી દષ્ટિ ખુલે ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વાક. સંભવ છે ૩. પરિચય પાતિક ઘાતક સાધુ શું રે, અકુશલ અપચય ચેત, ગ્રંથ અધ્યાત્મ શ્રવણ મનન કરી રે, પરિ શીલન નય હેત. સંભવ છે ૪. કારણ જેગે છે કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધિયે રે, એ નિજ મત ઉન્માદ. સં૦ | ૫ | મુગ્ધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનુપ, દેજે કદાચિત સેવક યાચના રે, આનંદઘન રસ રૂપ. સંભવ
૬ | ઈતિ છે