________________
હીન ગમાર, સુતા સિંહના મુખમાં સ્વયં પડે ના શિકાર. છે ૪ મુકિત રમા જલદી વરલે, દુઃખ સઘળાને દહી, આત્મકમલ આનંદથી, ફુલશે લબ્ધિ લહી. ૫ છે,
श्री संखेश्वर पाचप्रभु स्तवन
દાદા સંખેશ્વર મહારાજા તાજા આપજે રે, મીઠા મુક્તિ મેવા હેવા વિષયિક કાપજે રે, (અંચલી) અહર્નિશ સેવા તારી માગું, ભવ ભ્રમણાથી દુરે ભાગું, તારા નામની માલા હદયે સ્થાપજે રે. દાદા | ૧ | જ્ઞાન રૂપ દર્શન રૂપ તુંહી, ચારિત્ર પણ તુંહી તુંહી, રત્નત્રયી એ સેવક ચિત્તે છાપજે રે. દાદા | ૨ રાત દિન તુજ ધ્યાને રાચું, ગુણ ગણ જોઈ તારા નાચું, મુજ વાણી નિત્ય જિન જિન ઈમ આલાપજે રે. દાદા | ૩ | ભવદુઃખ હૃદયે ખટકે ભારી, મોહે દુર્દશા કરી અમારી, શરણાગત છું તારી સુખ અમાપજે રે. દાદા | ૪ | મુજ મન તુજ નહિ શુદ્ધ ભકિત, કર્મ કરી અતિ કમબખ્તી,આત્મ કમલમાં લબ્ધિી તમને જાપજે રે. દાદા પા
श्री सीमंधर स्वामीनुं स्तवन
રાગ-વીરા વેશ્યાની વારિ શ્રી સીમંધર સ્વામી, મુક્તિનાં ગામી, દીઠે પરમાનંદ, એ આંકણ સુમતિ આપે કુમતિને કાપે, હાલે ભવ ભય ફંદ, કર્મ અરિગણ દુર કરીને તેડે ભવતરૂ ફેદ રે. છે શ્રી છે ૧ મે વિશ અતિશય શોભતા રે,