________________
વૈરાગ્યના ઉદયથી, દજ્ઞા લેવાનો નિશ્ચય કર્યો. સંબંધીઓએ મધુરવાણીથી દીક્ષા ન લેતાં ઘરે બેઠા ધર્મધ્યાન કરવા કહ્યું પરંતુ પોતે બધાને યોગ્ય સમાધાનકારક ઉત્તર આપ્યા અને પિતાના નિશ્ચયમાં સ્થિર રહ્યા અને સંવત ૧૯૯૦ ના ફાગણ સુદી ૫ ને રવીવારના શુભદીને શાન્તસૂતિ ઉપાધ્યાય શ્રી રવિચંદ્રજી મહારાજનાં સંવાડામાં સાવીજી શ્રી હેતશ્રીજી મહારાજ પાસે ભાગ્યવંતી પ્રવજ્યા અંગીકાર કરી. દીક્ષા ત્રણ પ્રકારની હોય છે, જ્ઞાનગર્ભિત, સુખગર્ભિત અને દુઃખગર્ભિત. આ પ્રકારમાં જ્ઞાનગર્ભિત દીક્ષા ઉત્તમોત્તમ છે. જ્ઞાનના પ્રકાશથી પૂર્ણ સમજી વિચારી પાનબાઈએ પોતાના પીઢ અને પ્રવીણ પિતા કરશીભાઈની સંમતિ અને શીતક છત્ર નીચે, ભારે વૈભવોમાંથી સ્વયં તત્પર થઈ, ગુરૂજનને ઉત્કૃષ્ટ ભાવ પ્રદર્શિત કરી, મુદ્દત લેવા વિનંતિ કરી. દીક્ષા દુઃખના કારણે લેવાય એવો લેકમત અણસમજણ ભરેલે દર્શાવી આ જ્ઞાનગર્ભિત દીક્ષાના મંગળમુહૂર્ત લેવાયા અને પાનબાઈએ સાધ્વી શ્રી પુષ્પશ્રીજી નામાભિધાન કર્યું. આ દીક્ષા પ્રસંગે ત્રિગઢગઢ, ચૌમુખ પ્રભુજી, રૂપાના અશોકવૃક્ષ પ્રાતિહાર્ય સહિત આસબીઆમાં અર્પણ કર્યા અને મોટી ધામધૂમ સાથે અફાઈ મહોત્સવ શરૂ થયો. કંઠી અભડાસાદિ ૩૨ ગામને આમંત્રણ આપવામાં આવ્યા. ઘણાં પ્રદેશમાં કેરશીભાઈનું કુટુંબ અને દીક્ષા જીજ્ઞાસુ સુપરિચિત આત્માને લઈને ઘણો જનસમાજ આ મંગળ મહત્સવમાં ભાગ લેવા આવ્યો. બીદડાના શ્રીયુત જીવરાજભાઈ અને રાયણના માસ્તર સાહેબે ભાવપૂર્ણ ભાષામાં પ્રવચન કર્યો અને મંગલા વાઘ સહિત અભિવાદન થઈ આ મંગલ કાર્ય સંપૂર્ણ થયું.
સ્વર્ગસ્થ રતન બાઈના આ સંક્ષિપ્ત જીવન ચરિત્રમાં તેમના સુપુત્ર સ્વર્ગસ્થ રવજી ભાઈની જીવન કલા નિર્દેશ કરી અને તેમના સપુત્રી સાધ્વીજી શ્રી પુષ્પશ્રીજીના ભગવતી દીક્ષા અંગીકારનું સંક્ષિપ્ત વર્ણન કરી છેવટે સ્વર્ગસ્થના અમરાત્માને અખંડ શાંતિ મળે એવી હાર્દિક પ્રાર્થના કરવામાં આવે છે.