________________
૩૩
श्री दीवाली पर्व- चैत्यवंदन ચરમ ચેમાસું વીરજી, પાવાપુરી નયરી, મુનિવર દે આવીયા, જિત અંતર વયરી. ૧. દેશ અઢારના નરપતી, વંદે પ્રભુ પાય, સેળ પહેરની દેશના, દીધી જિનરાય. ૨ પુન્ય પાપ ફલ કેરડા, પંચાવન ભાખ્યાં, છત્રીશ અણુપૂછયાં વળી, અઝયણ દાખ્યાં. ૩. પ્રધાન અધ્યયન ભાવતાં, પામ્યા પ્રભુ નિરવાણ, કાતિક અમાસને દહાડલે, પણ અક્ષર માન. ૪. ગણુ રાયે દીવા કર્યો, દ્રવ્ય ઉદ્યોતનેકાજ, દીવાળી તે દિન થકી, પ્રગટી પુન્ય સમાજ. પ. ઉત્તમ ગુરૂ ગૌતમ ભણીએ, ઉપનું કેવલનાણ, પદ્મવિજય કહે મેટકે, એહ પરમ કલ્યાણ. ૬.
श्री सीमंधर स्वामीनी स्तुति મુજ આંગણ સુરતરૂ ઉગી, કામધેનુ ચિંતામણ પુગી, સીમંધરસ્વામી જે મિલે, તે મનનાં મને રથ સવિફલે. (૧) હું વંદુ વિશે વિહરમાન, કેવલજ્ઞાની યુગ પ્રધાન, સીમંધર સ્વામી ગુણ નિધાન જીત્યા જેણે કેહ લેહ મેહ માન. (૨) આંબા વન સમરે કેકીલા, મેહને વંછે જીમ મેરિલા, મધુકર માલતી પરિમલ રમે, તિમ આગમે મારું મન ભમે. (૩) જયલચ્છી શાસન દેવતા, રત્નત્રયી ગૃડ જે સાધના, વિમલ સુખ પામે તે સદા, સીમંધર ઇન પ્રણમું મુદા. (૪)