________________
श्री पार्श्वनाथनुं वत्यवंदन જ્ય જય શિખર ગિરીશ ઈશ વીશ જિનેશ્વર નામી, અણસણ કરી ઈહાં કને પંચમી ગતિ પામી. ૧. બીજા પણ બહુ મુનિવર શિવગતિન ગામી, પરમાતમ પદ પામીઆ વંદું શિર નામી. ૨. એ અવદાત સુણ કરી. હું એ પદ કામી, આવ્યો છું તુજ આગલે કામે કીજે ખામી. ૩. શ્રી શામળીઆ પાર્શ્વનાથ તું છે દીન દયાળ, એ અરજી સુણ માહરી ઘો શિવ વરમાળ. ૪. હું અનાથ ભમી ઘણું ન મળે તુમ સમ નાથ, આપી પર પિતા તણું રાખો નિજ સાથ. ૫. રાગ રીસ કોધે ભર્યો નિંદકને અવિવેક, એ સઘળું ઉવેખીને રાખે મુજ ટેક. ૬. મુજ પાપીનાં પાપને દૂર કરી હજુર, નિજ લક્ષ્મીને આપશે આશા છે ભરપૂર. ૭.
श्री शंखेश्वर पार्श्वजिन चैत्यवंदन
સકલવિજનચમત્કારી, ભારી મહિમાજેહને નિખિલ આતમરમા રાજીત નામજપીએ તેહને, દુષ્ટકર્માષ્ટક ગંજરીજે, ભવિકજનમનસુખકર, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામીનામશંખેશ્વરા. / ૧ બહુપુન્ય રાશિદેશ કાશી, તનયરીવણારસી, અશ્વસેનરાજા રાણુ વામાપે રતિતનુસારીખી; તસકુખે સુપન ચૌદ સુચિત, સ્વર્ગથી પ્રભુઅવતર્યો; નિત્યજાપ જપીએ પાપખપીએ, સ્વામીનામ શંખે