________________
૩૭૪
ચિંતવીને મેલી તિહાં જરા, ઢલિયું જાદવનું સૈન્ય તિહાં ધરા. ૬ જરા લાગીને જાદવ તિહાં ઢલીયા, નેમ કૃષ્ણ ને બલભદ્ર બલિયા, ત્રણ પુરૂષ ને જરા ન લાગી, કહે તેમને કૃષ્ણ પાય લાગી૭ એવો કેઈક કરો ઉપાય, જેણે જરા તે નાસીને જાય, કહે કૃષ્ણને નેમ કુમાર, કરે અઠ્ઠમ તપ ચેવિહાર૮ પહેલાં ધરણેન્દ્ર તમે ઉપાસે, તેહને દેરાસરે દેવ છે પાસે, નેહે આરાધે આપશે બિંબ, સરસે આપણું કામ અવિલંબ૦ ૯ મુખથી મોટો બેલ ન ભાખું, ત્રણ દિવસ લગે સિન્ય હું રાખું, જીનવર ભક્તિને પ્રભાવ ભારી, થાશે સકળ વિધ મંગળકારી. ૧૦ ઈન્દ્ર સારથિ માતુલી નામે, મે અનવરની ભક્તિને કામે, આસન માંડીને દેવ મેરારી, અઠ્ઠમ કરીને બેઠા તિણે ઠારી. ૧૧ તુયે ધરણેન્દ્ર આપે શ્રીપાસ, હરખ્યા શ્રીપતિ અતિ ઉલ્લાસ, નમણુ કરીને છાંટે તેણુ વાર, ઉઠયું સિન્ય ને થયે જયકાર. ૧૨ દેખી જાદવને જાલમ રે, જરાસંઘને તુટયો તિહાં રે, ત્યારે લેઈને ચક તે મેલ્યું, વંદે કૃષ્ણને આવી તે પહેલું ૧૩ પછી કૃષ્ણના હાથમાં બેઠું, જરાસંઘને શાલ પિઠું, કૃષ્ણ ચક્ર મેલ્યું તિહાં ફેરી, જરાસંઘને નાંખે તે વેરી ૧૪ શિશ છેદયું ને ધરણું તે ઢળી, જય જય શબ્દ તે સઘળે ઉછળીયે, દેવ દુંદુભી આકાશે વાજે, ઉપર કુલની વૃષ્ટિ બિરાજે. ૧૫ તુમે વાસુદેવ ત્રણ ખંડ ભક્તા, કીધા ધર્મના મારગ મુક્તા, નયર શંખેશ્વર વસાવ્યું ઉમંગે, થાપી પાશ્વની પ્રતિમા શ્રીરંગે. ૧૬ શત્રુ જીતીને સોરઠ દેશ,