________________
૩૩૮
દેખીયેરે, રાંધે રંધાણે સાપ. પ્રાણી પ શેઠ કહે અમ કુલ તણુંરે, તું કુલદેવી માય, કુટુંબ સહુ જીવાડીયો રે, એમ કહી લાગે પાય. પ્રાણું ૬ નવકાર મંત્ર ભણું કરી ૨, છટીયાં સહુને નીર, ધર્મપ્રભાવે તે થયા, ચેતન સઘળા જીવ. પ્રાણી. ૭ મૃગસુંદરીએ પ્રતિ બુજરે. શેઠ સયલ વડ ભાગ, જીનશાસન દીપાવીયેરે, પામી તે સયલ સોભાગ રે. પ્રાણ ૮ રયણ ભેજન પરિહર્યો રે, ચંદરવા સુવિશાલ, ઠામ ઠામ બંધાવીયારે, વત્યે ય જ્યકારરે. પ્રાણી ૯ શુલ ઘરડી ઉખલે રે, ગ્રસની સમાજની જેહ, પાણી આપું એ ઘર કેરૂ, પાંચે આખેટક એહરે. પ્રાણી ૧૦ પાસે આખટક દિન પ્રત્યેરે, કરતા પ્રતિક જેહ, ચુલા ઉપર ચંદ રોરે, નવિ બાંધે તસ ગેહરે. પ્રાણું. ૧૧ સાત ચંદરવા એમ બાલીયા રે, તેણે કારણ ભવ સાત, કેડ પરાભવ તે સડ રે, ઉપર વરસ સાતરે. પ્રાણ ૧૨ જ્ઞાની ગુરૂમુખથી સુરે, પૂર્વભવ વિસ્તાર, જાતિ સ્મરણ ઉપવું રે, જાયે
અથિર સંસાર પ્રાણ ૧૨ પંચ મહાવ્રત આદરીરે, પાલી નિરતિચાર, સ્વર્ગે સિધાવ્યા દંપતીરે, જીહાં માદલનાં ધંકાર
. પ્રાણી ૧૪ સંવત (૧૭૩૮) સત્તર અડત્રીશમેરે, વદિ દશમી બુધવાર, રત્નવિજય ગણિવર તણેરે, એ રચિ અધિકારરે. પ્રાણ ૧૫ તપગચ્છ નાયક સુંદરૂં રે, શ્રી વિજય પ્રભ સુરીંદર, કીતિ વિજ્ય વાચકત રે, માનવિજય કહે શિષ્ય છે. પ્રાણી ૧૬