________________
પા
॥ નિશ્ચય વસ્તુ ગ્રહે છતે, સતત ધ્યાન પ્રકામ॰ ॥ અપાયથી અધિકે ગુણે, અવિચ્યુતિ ધારણા ઠામ ॥ સમ॥૬॥ અવિચ્યુતિ સ્મૃતિતણું, કારજ કારણ જેહ ॥ સખ્ય અસંખ્ય કાલજ સુધી, વાસના ધારણા તેહ ॥ સમ॰ | ૭ || પૂર્વોત્તર દર્શન ઢચ, વસ્તુ અપ્રાપ્ત એકત્વ ॥ અસખ્ય કાલે એ તેહ છે, જાતિસ્મરણ તત્વ || સમ૦ | ૮ ॥ વાજિંત્ર નાદ લહી ગ્રહે, એ તે દુંદુભિ નાદ ॥ અવગ્રહાર્દિક જાણે બહુ, ભેદ એ મતિ આલ્હાદ | સમ ! ૯ !! દેશ સામાન્યે વસ્તુ છે, ગ્રહે તષિ સામાન્ય ॥ શબ્દ એ નવ નવ જાતિના, એ અમડુ મતિમાન ॥ સમ॰ ॥ ૧૦ ॥ એકજ તુરિયના નાદમાં, મધુર તરૂણાદિક જાતિ “ જાણે બહુવિધ ધર્મશું, ક્ષય ઉપશમની ભાતિ । સમ॰ ॥ ૧૧ ॥ મધુરતાદિક ધર્મમાં, ગ્રહવા અલ્પ સુવિચાર ॥ અમહુવિધ મતિ ભેદના, કીધા અર્થ વિસ્તાર | સમ॰ | ૧૨ | શીઘ્રમેવ જાણે સહી, નવિ હાયે બહુ વિલંબ ॥ ક્ષિપ્ર ભેદ એ જ્ઞાનના, જાણે મતિ અવલંબ ॥ સ૦ | ૧૩ || મહુ વિચાર કરી જાણીએ, એ અક્ષિપ્રહ ભેદ ॥ ક્ષયાપશમ વિચિત્રતા, કહે મહાજ્ઞાની સવેદ ॥ સમ॰ ॥૧૪॥