________________
૩ર૭
લે છે તે વિકલગેળા કહેવાય છે. એ સૂમનિગોદમાં અને થાવરના સૂક્ષ્મ જીવ તે સર્વ લેકમાં કાજળની કુંપલીની પેરે ભરયા થકા વ્યાપી રહ્યા છે, અને એક સાધારણ પ્રતિમા સ્થાવર સૂક્ષ્મ જીવ છે અને પૃથીવ્યાદિક ચાર સૂક્ષ્મ જીવ છે, તે લોક વ્યાપી છે, તે સર્વ પ્રત્યેક છે. પરંતુ સાધારણપણું એક વનસ્પતિકાયમાં જ છે. પૃથીવ્યાદિક ચાર સ્થાવરમાં નથી. એ સૂક્ષ્મનિગોદમાં અનંતુ દુઃખ છે, તે દષ્ટાંત કરી દેખાડે છે.
સાતમી નરકમાં ઉત્કૃષ્ટ આવડું તેત્રીસ સાગરોપમનું છે. તે તેત્રીસ સાગરોપમના જેટલા સમય થાય તેટલીવાર કેઈ જીવ સાતમી નરકમાં પૂર્ણ તેત્રીસ તેત્રીસ સાગરોપમને આઊખે ઊપજે તે વારે તેને અસંખ્યાતા ભવ નરકના થાય; તે અસંખ્યાતા ભવમાં સાતમી નરકને વિષે તે જીવને જેટલું છેદન ભેદનનું દુઃખ થાય તે સર્વ દુઃખ એકઠું કરીયે તેથી પણ અનંતગણું દુઃખ નિગોદિયા જીવ એક સમયમાં ભેગવે છે વળી બીજે દ્રષ્ટાંત કહે છે.
મનુષ્યની સાડાત્રણ કોડ રેમરાજ છે. તેને કેાઈ દેવતા સાડાત્રણ કોડ લખંડની સૂઈ (ય) અગ્નિમાં તપાવીને સમકાલે રેમે રેમે ચાંપે તે વારે તે જીવને જે વેદના થાય તેથી પણ અનંતગુણી વેદના નિગોદમાં છે. આ ઉપરની હકીકતથી દુખની શ્રેણી સમજાશે કે અનંતા કાલથી જીવ દુઃખો ભેગવી જ રહ્યો છે. તે દુઓને નાશ મોક્ષ પ્રાપ્તિ વિના થવાનેજ નથી.
( સમાપ્ત, )