________________
પણ મુકવામાં આવ્યો છે. વળી વિષેશમાં જણાવવાનું કે આ પુસ્તક એવું ગોઠવવામાં આવેલું છે કે દરેકને હંમેશ ઉપયોગમાં આવી શકે તેમજ પર્વાદિ દિવસોમાં પણ બીજા પુસ્તકની ગરજ સારી શકે તેવા દરેક વિષયે આ પુસ્તકની અંદર આવી જાય છે. પ્રસંગોપાત આ પુસ્તક છપાવવામાં જે જે સંગ્રહસ્થ તથા બહેને એ દ્રવ્યની સહાય કરી છે તેમને આ સ્થલે આભાર માનવામાં આવે છે અને તેમના મુબારક નામ પણ આ પુસ્તકમાં દાખલ કરેલા છે. છેવટે બંધુઓ આ પુસ્તક છપાવવામાં શુદ્ધિ તરફ સંપૂર્ણ કાળજી રાખવામાં આવેલી છે. છતાં પણ આ પુસ્તકમાં કેટલાક હસ્ત લિખિત પાના ઉપરથી તેમજ ચિત્યવંદનાદિના પુસ્તકો જુદા જુદા ઘણા બહાર પડેલા હોવાથી કંઈકમાં શબ્દો વિગેરેના ફેરફારો દેખાય છે. જેથી આમાં કંઈ ભૂલચૂક થઈ હોય તેમ જનાજ્ઞા વિરૂદ્ધ કંઈ છપાઈ ગયું હોય તો તેની ક્ષમા યાચી મિચ્છામિ દુક્કડં દેવા પૂર્વક આ પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. એ જ સુશું કિં બહુના.
સંવત ૧૯૮૯ ના શ્રાવણ
સુદ ૧૫ ને
શનિવાર તા. ૫-૮-૧૯૩૩
લી. પ્રસિદ્ધ કર્તા
=
ધી વીર વિજય પ્રિન્ટીંગ પ્રેસમાં શાહ મણલાલ છગનલાલે
છાપી. કાળપુર ટંકશાળ–અમદાવાદ,