________________
બે બેલ
-~આ પુસ્તક પ્રાદ્ધ કરવામાં પરમ પૂજ્ય ગુરૂણીજી મહારાજ શ્રી. મેહનશ્રીજીને ઉપકાર છે. તેઓ સાહેબ શ્રીમાન મુલચંદજી મહારાજના સંઘાડામાં બાલબ્રહ્મચારી શ્રીમાન વિજયકમલસૂરિશ્વરજી મહારાજના પટ્ટધર શ્રીમાન વિજયમહનસૂરિશ્વરજી મહારાજ સાહેબ તથા તેમના શિષ્ય ઉપાધ્યાય પ્રતાપવિજયજી મહારાજ સાહેબની આજ્ઞામાં પ્રવર્તે છે. તેઓ સાહેબ પ્રથમ ડઈ ચમાસુ હતા તે વખતે રત્નાકર પચ્ચીસી આદિ સામાન્ય સંગ્રહથી એક પુસ્તક બહાર પડાવ્યું હતું. તે ઘણા જીવોને ઉપયોગી થઈ પડયું હતું તે ખલાસ થઈ જવાથી અને તેમની પાસે તે પુસ્તકની ઘણી માગણીઓ થવાથી તેમણે ઉપદેશ દ્વારા પ્રયત્ન કર્યો. પ્રયત્ન કરવાથી છેડા દ્રવ્યની સહાય મળવાથી આ બીજી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. પહેલું પુસ્તક ફક્ત ૧૫ ફરમાના આશરે હતું. પરંતુ આ પુસ્તક તે ૪૬-૪૭ ફરમાનું ઘણું મેટા કદવાળું બન્યું છે. છતાં તેની કીંમત જુજ એટલે ફક્ત એક રૂપિયે રાખવામાં આવી છે. આ પુસ્તકની અંદર પ્રથમ નવસ્મરણ, રત્નાકર પચ્ચીસી, અન્ય પ્રકાશનું રતવન, શેત્રુંજય લઘુકલ્પ ઘણાજ ઉપયોગી ચૈત્યવંદન, સ્તવને, સ્તુતિઓ, સઝા, દિવાલી આદિના દેવવંદને વિગેરે ઘણીજ બાબતોને આમાં સમાવેશ કરેલ છે કે તેની અનુક્રમણીકા જેવાથી ખાત્રી થઈ જશે. સાથે ગુરૂભક્તિ નિમિત્તે પૂજ્યાપાદ આચાર્ય મહારાજ શ્રી કમલસૂરિશ્વરજી મહારાજ સાહેબને ફોટો