________________
ર૭૮ શ્રી યશોવિજયજી કૃત સ્તવન.
નિદ્રડી વેરણ હોઈ રહી—એ દેશી. '
અજિત જિર્ણદશું પ્રીતડી, મુજને ગમે હો બીજાને સંગકે, માલતી પુલે મેહિયે, કિમ બેસે છે બાવલ તરૂભંગ કે એ અજિત છે ૧. ગંગા જલમાં જે રમ્યા, કીમ છિલ્લર હો રતિ પામે મરાલ કે; સરોવર જલધર જળ વિના, નવી ચાહે હો જગ ચાતક બાળ કે . અજિત પર કેકિલ કલ કુજિત કરે, પામી મંજરી હે પંજરી સહકાર કે; ઓછાં તરૂવર નવિ ગમે, ગિરૂઆશું હે. હેયે ગુણને પ્યાર કે અજિત છે ૩ છે કમલિની. દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હે ધરે ચંદશું પ્રીત કે; ગૌરી ગીરીશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમલાકે નિજ ચિત્ત કે | અજિત છે જ છે તમ પ્રભુશું મુજ મન રમ્યું, બીજાણું હે નવી આવે દાય કે, શ્રી નયવિજય. વિબુધતણે, વાચક જશ હો, નિત નિત ગુણ ગાય કે છે છે અજિત છે ૫ છે
૧ પાર્વતી. ૨ શંકર, ૩ હરિ–વિષ્ણુ. ૪ લક્ષ્મી.