________________
કર્તા : શ્રી પૂજ્ય આનંદઘનજી મહારાજ 3 પદ્મપ્રભ જિન ! તુજ-મુજ આંતરૂ રે, કિમ ભાંજે ભગવંત ? | કર્મવિપાકે હો કારણ જોઈને રે, કોઈ કહે મતિમંત-પધ્ધo ||૧|| પયઈ-ઠિઈ-અણુભાગ-પ્રદેશથીરે, મૂળ-ઉત્તર બિઠું ભેદ / ઘાતી અ-ઘાતી હો બંધોદય ઉદીરણા રે, સત્તા કર્મ-વિછેદ-પદ્મo ||૨|| કનકાપલવત્ પયડી*-પુરૂષ તણી રે, જોડી’ અનાદિ-સ્વભાવ | અન્ય-સંયોગી” જિહાં લગે આતમારે, સંસારી કહેવાય-પદ્મ0 ||૩||
કારણ-યોગે હો બાંધે બંધન રે,’ કારણ મુગતિ મુકાય | આશ્રવ-સંવર નામ અનુક્રમે રે, હેયો-પાદેય સુણાય-પદ્મ ||૪|| મુંજન-કરણે હો અંતર તુજ પડ્યો રે, ગુણકરણે કરી ભંગ | ગ્રંથ-ઉક્ત કરી પંડિતજન કહ્યો રે, અંતર-ભંગ' સુ-અંગ–પદ્મ0 નાપા! તુજ-મુજ અંતર” અંતર " ભાંજશેરે, વાજશે મંગળતૂર || જીવ-સરોવર અતિશય વાઘચ્ચે રે, આનંદઘન રસપૂર-પદ્મo ||૬||
----
૧. જુદાપણું ૨. કર્મનો વિપાક કારણરૂપ છે, એમ ઘણા બુદ્ધિમાનો કહે છે ૩. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશંબધથી ૪. સોનું અને માટની સંયોગની જેમ ૫. પ્રકૃતિ કર્મ, પુરુષ=આત્માનો ૬, સંયોગ ૭, બીજા કર્મ સાથે સંયોગવાળો ૮. જે કારણ વડે આત્માનો કર્મ સાથે સંબંધ થાય તે ૯. જુદાપણું ટાળવાનો ઉપાય ૧૨, સુ=અત્યંત, ચંગ=સુંદર=સારો ૧૩. આપની અને મારી વચ્ચેનું ૧૪. વચ્ચેનું ૧૫. આંતરુ.
૭૭