________________
૬. શ્રી પદ્મપ્રભ ભગવાન સ્તવના
કર્તા ઃ શ્રી પૂજ્ય વીરવિજયજી મહારાજ ! પદ્મપ્રભ પ્રાણસે પ્યારા, છોડાવો કર્મ કી ધારા; કર્મ ફંદ તોડવા દોરી, પ્રભુજીસે અર્જ હે મોરી...૧ લઘુવય એક થૈ જીયા, મુક્તિમેં વાસ તુમ કીયા; ન જાની પીડ તેં મોરી, પ્રભુ અબ ખીંચ લે દોરી...૨ વિષય સુખ માની મોં મનમેં, ગયો સબ કાલ ગફલતમેં; નરક દુઃખ વેદના ભારી, નિકલવા ના રહી બારી...૩ પરવશ દીનતા કીની, પાપકી પોટ શિર લીની; ન જાની ભક્તિ તુમ કેરી, રહ્યો નિશદિન દુઃખ ઘેરી...૪ ઈસ વિધ વિનતિ મોરી, કરૂં મેં દોય કર જોડી; આતમ આનંદ મુજ દીજો; વીર નું કાજ સબ કીજો...૫