________________
અંતિમ ભાવના : આટલું તો આપજે ભગવાન મને છેલ્લી ઘડી, ના રહે માયા તણાં બંધન મને છેલ્લી ઘડી...૧ આ જિંદગી મોંઘી મળી પણ જીવનમાં જાગ્યો નહીં, જાગૃતપણે મનમાં રહે તારું સ્મરણ છેલ્લી ઘડી...૨ અંગો બધાં ઢીલાં પડે ને સ્વાસ છેલ્લો સંચરે, તું આપજે શાંતિભરી નિદ્રા મને છેલ્લી ઘડી...૩ અગણિત પાપો મેં કર્યા તન મન વચન યોગે કરી, હે ક્ષમાસિંધુ ! આપજે ક્ષમા મને છેલ્લી ઘડી...૪ જયારે મરણ શય્યા તળે મિંચાય છેલ્લી આંખડી, હે દયાસિંધુ ! આપજે દરશન મને છેલ્લી ઘડી... હે દયાસિંધુ ! આપજે દરશન મને છેલ્લી ઘડી...૫
૩૨૧