________________
(૩૨
જો મુજ જાણો દેહ રે, એહ અપાવનો; ખરડયો છે કલિ કાદવે એ. (૨૮.) કેમ લેવું ઉલ્લંગ રે, અંગભર્યું એહનું, વિષય કષાય અશુચિશું એ. (૨૯.) તો મુજ કરો પવિત્ર રે, કહો કોણ પુત્રને, વિણ માવિત્ર પખાલશે એ, ( કૃપા કરી મુજ દેવ રે, ઈહાં લગે આણીયો, નરકનિગોદાદિક થકી એ. (૩૧.) આવ્યા. હવે હજાર રે, ઉભો થઈ રહ્યો; સામું જાઓ નહીં એ. આડો માંડી આજ રે, બેઠો બારણે, માવિત્ર તુમે મનાવશો એ. (૩૩.) તમે છો દયાસમુદ્ર રે, તો મુજને દેખી, યા નથી શ્ય આણતાં એ. (૩૪.) ઉવેખશ્યો અરિહંત રે જો આણી વેલા, તો મહારી શી વલે થશે એ. (૩૫.) ઊભાં છે અનેક રે, મોહાદિક વૈરી, છલ જુએ છે માહરાં એ. (૩૬.) તેહને વારો વેગે રે, દેવ દયા કરી; વલી વલી શું વીનવું એ. (૩૭.) મરૂદેવી નિજમાય રે, વેગે મોકલ્યાં, ગજ બેસારી મુક્તિમાં એ. (૩૮.) ભરતેસર નિ જ નંદરે; કીધો કેવલી; આરીસો અવલોક્તાં એ. (૩૯.) અફીણું નિજ પુત્ર રે, પ્રતિબોધ્યાં પ્રેમ, ઝૂઝ કરતાં વારીયા એ. (૪૦. બાહુબલિને નેટ રે, નાણકેવલ તમે, સામી સાતમું મોકલ્યું એ.. ઈત્યાદિક અવદાત રે, સઘળા તુમ તણાં, હું જાણું છું મૂલગા એ. મ્હારી વેળા આજ રે, મૌનધરી બેઠાં, ઉત્તર શું આપો નહીં એ. વીતરાગ અરિહંત રે, સમતાસાગરૂં, માહારાં તાહરાં શાં કરો એ. (જ. એકવાર મહારાજ રે, મુજને સ્વમુખે, બોલાવો સેવક કહી એ. (૪૫.) એટલે સિદ્ધાં કાજ રે. સંઘલાં માહરાં, મનના મનોરથ સવિ ફલ્યાએ. (૪૬.) ખમજો મુજ અપરાધ રે, આસંગો કરી, અસમંજસ જે વીનવ્યું એ. (૪૭.) અવસર પામી આજ રે, જો નવિ વિનવું; તો પસ્તાવો મન રહે એ. (૪૮.) ત્રિભુવન તારણહાર રે, પુણ્ય માહરા, આવી. એકાંતે મલ્યા એ. (૪૯.) બાલક બોલે બોલ રે, જેહ વિગતપણે, માય તાતને તે રૂચે એ. (૫૦.) નયણે નિરખ્યો નાથ રે, નીભિ નરિંદનો, નંદના નંદનવનજિસ્યો એ. (૫૧.) મરૂદેવીરિહંસ રે, વંશ ઈખાગનો, સોહાકરૂ સોહામણો. એ. (પ૨.) માય તાય પ્રભુ મિત્ર રે, બંધવ માહરો; જીવ જીવન તું વાલહો એ. (પ૩. અવર નકો આધાર રે, ઇર્ષે જગ તુજ વિના, ત્રાણશરણ તું ધણી એ. (૫૪.) વલી વલીકરૂં પ્રણામરે, શરણે તુમતણે; પરમેશ્વર સન્મુખ જુઓ એ. (પપ.) ભવ ભવ તુમ પાય સેવ રે, સેવકને દેજો; હું માનું છું એટલે એ. (૫૬.) શ્રીકીર્તિવિજયઉવજઝાય રે, સેવક એણિપેરે, વિનયવિનયકરીવિનવેએ. (પ૭.)
(૪
૩૧૮