________________
- જે છે
કે
૨૬. શ્રી શત્રુંજયઘણી વિનતિરૂપ સ્તવના કર્તા શ્રી પૂજ્ય વિનયવિજય મહારાજ પામી સુગુરૂ પસાય રે, શત્રુંજય ધણી, શ્રી રિસફેસર વિનવું એ. (૧) ત્રિભુવન નાયક દેવ રે, સેવક વિનતિ, આદીશ્વર અવધારીયે એ. શરણે આવ્યો સ્વામી રે, હું સંસારમાં વિરૂએ વેરીએ નડ્યો. એ. તાર તાર મુજ તાત રે, વાત કિશી કહું; ભવભવ એ ભાવક તણી એ. જન્મ મરણ જંજાલરે, બાલ તરૂણપણું, વલીવલી જરા દહે ઘણું એ. કેમે ન આવ્યો પાર રે, સાર હવે સ્વામી, ચેં ન કરો એ માહરી એ. તાર્યા તુમે અનંત રે, સંત સુગુણ વલી, અપરાધી પણ ઉદ્વર્યા એ. (૭) તો એક દીનદયાલ રે, બાલ દયામણો, હું શા માટે વીસર્યો એ. જે ગિરૂઆ ગુણવંત રે, તારો તેહને, તે માંહે અચરિજ કિડ્યું એ. જે મુજ સરિખો દીન રે, તેહને તારતાં, જગ વિસ્તરશે જશ ઘણો એ. (૧૦. આપદે પડિયો આજ રે, રાજ કુમારડે, ચરણે હું આવ્યો વહી રે. (૧૧. મુજ સરિખો કોઈ દીન રે, તુજ સરિખો પ્રભુ, જોતાં જગ લાભે નહીં એ. (૧૨. તોયે કરૂણાસિંધુ રે, બંધુ ભવન તણાં, ના ઘટે તુમ ઉવેખવું એ. (૧૩. તારણહારો કોઈ રે, જો બીજો હવે, તો તુને શાને કહ્યું એ. (૧૪.) તુંતિજ તારીશ નેટ રે, મહિલાને પછે, તો એવડી ગાઢિમ કીસી એ. (૧૫.) આવી લાગ્યો. પાય રે, તે કેમ છોડશે, મન મનાવ્યા વિણ હવે એ. (૧૬) સેવક કરે પોકાર રે, બાહિ જ રહ્યા જશે, તો સાહિબ શોભા કીસી એ. (૧૭.) અતુલ બલી અરિહંત રે, જગને તારવા સમરથ છો. સ્વામી તુમે એ. (૧૮. શું આવે છે જોર રે, મુજને તારતાં, કે ધન બેસે છે કિડ્યું . (૧૯ કહેશો તુમે જિસંદરે, ભક્તિ નથી. તેહવી, તો તે ભક્તિમુજને દીયો એ. (૨૦.) વલી કહેશોભગવંત રે, નહિ મુજ યોગ્યતા, હમણાં મુક્તિ જાવાતણીએ. (૨૧.) યોગ્યતા તે પણ નાથ રે, તુમહીંજ આપશો, તો તે મુજને દીયો એ. (૨૨.) વલી કહેશો જગદીશ રે, કર્મ ઘણાં તાહરે, તો તેહજ ટાલો પરાં એ. (૨૩.) કર્મ અમારાં આજ રે, જગપતિ વારવા; વલી કોણ બીજો આવશે એ. (૨૪.) વલી જાણો. અરિહંત રે, એહને વિનતિ; કરતાં આવડતી નથી એ. (૨૫.) તો તેહિજ મહારાજ રે, મુજને શીખવો; જેમ તે વિધિશું વિનવું એ. (૨૬.) માય તાત વિણ કોણ રે; પ્રેમે શીખવે; બાલકને કહો બોલવું એ. (૨૭.)
૩૧૭