________________
કર્તા : શ્રી પૂજ્ય જીવણવિજયજી મહારાજા ' વધતી વેલી મહાવીરથી, માહરે હવે થઈ મંગલમાલ કે | દિન-દિન દોલત દીપતી, અળગી ટળી હો બહુ આળ-જંજાળ કે
- વીર-જિણંદ જગ વાલ હો ) ||૧| તારક ત્રિશલા-નંદનો, મુજ મળિયો હો મોટે સૌભાગ્ય કે | કોડી ગમે વિધિ કેળવી, તુજ સેવીશ હો લાયક પાય લાગ્યું કે
-વીર૦ ||૨ ||. તાહરે જે તેહ માહરે, હેજે કરી હો વર-વાંછિત એહ કે || દીજે દેવ ! દયા કરી, તુજ સંપત્તિ હો મુજ વલ્લભ તેહ કે
-વીર૦ ||૩|| સૂતાં સાહેબ સાંભરે, બેઠાં પણ હો દિન મેં બહુ વાર કે | સેવકને ન વિસરજો, વિનતડી હો પ્રભુ ! એ અવધાર કે
-વીર૦ ||૪|| સિદ્ધારથ-સુત વિનવ્યો કર, જોડી હો મદ-મચ્છર છોડકે . કહે જીવણ કવિ જીવનો, તુજ તૂઠે હો સુખ-સંપત્તિ કોડ કે
-વીર||પા
૧, ચઢતી કલાએ ૨, દૂર ૩, ઘણા ૪. શ્રેષ્ઠ ૫. ચરણોએ લાગીને ૬, પસંદ
૨૯૫