________________
કર્તા : પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજ
આજ જિનરાજ મુજ કાજ સીધાં સવે, તું કૃપાકુંભ જો મુજ તુઠો, કલ્પતરૂ કામઘટ કામધેનુ મળ્યો, અંગણે અમિય-રસ' મેહ વઠો વીર તું કુંડપુર-નયર' ભૂષણ હુઓ, રાય સિદ્ધાર્થી ત્રિશલા તનુજો’ સિંહ લંછન કનક વર્ણ કર-સપ્ત-તનુTM, તુજ સમો જગતમાં કો ન દૂજો સિંહ પરે એકલો ધીર સંયમ ગ્રહૈં, આયુ બોહોત્તર વરસ પૂર્ણ પાળી, પુરી અપાપાયે નિઃપાપ શિવવહુ વર્ષો, તિહાંથકી પર્વ પ્રગટી દિવાળી સહસ તુજ ચઉદ મુનિવર મહાસંયમી, સાહુણી સહસ છત્રીશ રાજે; યક્ષ માતંગ સિદ્ધાયિકા વર સુરી, સકળ તુજ ભવિકની ભીતિ ભાંજે તુજ વચન-રાગ’-સુખ-સાગરે ઝીલતો, પીલતો મોહ-મિથ્યાત-વેલી; આવીઓ ભાવિઓ ધરમ-હાથ હું હવે, દીજીયેં પરમ-પદ હોઈ બેલી સિંહ નિશિ-દીહ જો હૃદય-ગિરિ મુજ રમેં, તું સુગુણ‘-લીહ અ-વિચલ નિરીહો, તો કુમત-રંગ -માતંગના યુથથી મુજ નહીં કોઈ લવ- -લેશે'° બીહો'' -આજ૦(૬) શરણ તુજ ચરણ`` મેં ચરણ” -ગુણનિધિ ગ્રહ્યા, ભવ"-તરણ-કરણ-દમ શરમ દાખો; હાથ જોડી કહેં જશવિજય બુધ ઈશ્યું, દેવ ! નિજ ભુવનમાં દાસ રાખો -આજ૦(૭)
24
-આજ ૦(૧)
-આજ ૦(૨)
-24180(3)
-આજ૦(૪)
-આજ૦(૫)
12
૧. અમૃતરસ ૨. ક્ષત્રિયકુંડ ૩. પુત્ર ૪. સાતહાથની કાયાવાળા ૫. પાવાપુરમાં ૬. આજ્ઞા ઉપરનો પ્રેમ ૭. આધાર ૮. સારા ગુણવાળા-શ્રેષ્ઠ ૯. અન્યમતોના ઉદ્વત હાથીઓના ૧૦. જરાપણ ૧૧. ભય ૧૨. પગને ૧૩. ચારિત્રગુણના ભંડારરૂપ ૧૪. સંસારથી તારનાર ૧૫. ઈન્દ્રિયોને દમનાર
२८७