________________
કર્તા: શ્રી પૂજ્ય માનવિજયજી મહારાજ 13 અજિત-જિણેસર! ચરણની સેવા, હેવાયે હું હળિયો
કહિયે (કીયે) અણ-ચાખ્યો પણ અનુભવ-રસનો ટાણો મળિયો. પ્રભુજી! મહિર કરીને આજ, કાજ હમારાં સારો' - પ્રભુજી(૧) મુકાવ્યો પિણ હું નવિ મૂકું, સૂકુ એ નવિ ટાણો
190
ભક્તિભાવ ઊઠયો જે અંતર, તે કિમ રહે શરમાણો ! -પ્રભુજી(ર) લોચન શાંતસુધારસ-સુભગા, મુખ મટકાળું સુપ્રસન્ન યોગ-મુદ્રાનો લટકો-ચટકો, અતિશય તો અતિઘન્ન-પ્રભુજી૦(૩) પિંડ-પદસ્થ-રૂપસ્થે લીનો, ચરણ-કમળ તુજ ગ્રહિયાં,
90
ભ્રમરપરે રસ-સ્વાદ ચખાવો, વિરસો કાં કરોં મહિયાં-પ્રભુજી૦(૪) બાળ-કાળમાં વાર અનંતી, સામગ્રીકેં હું નવિ જાગ્યો, યૌવન-કાળે તે રસ ચાખ્યો, તું સમરથ પ્રભુ! માગ્યો-પ્રભુજી(૫) તું અનુભવ-રસ દેવા સમરથ, હું પણ અરથી તેહનો ચિત્ત-વિત્ત ને પાત્ર સંબંધે, અજર રહ્યો હવે કેહનો- પ્રભુજી૦(૬) પ્રભુની મહિરે તે રસ ચાખ્યો, અંતરંગ-સુખ પામ્યો;
૧૨
૧૩
માનવિજય વાચક ઈમ જંપે, હુઓ મુજ મન -કામ્યો-પ્રભુજી૦(૭)
૧. ગાઢ અભ્યાસથી ૨. કહું છું કે, (અહીં ખરી રીતે કૌંસનો પાઠ બરાબર લાગે છે.) કદીપણ= ક્યારે પણ ૩. આત્મ-સ્વરૂપાનુભવનો જે રસ તેનો ૪. અવસર ૫. દયા ૬. કરી આપો ૭. શરમથી ગુપ્ત, છાનો ૮. સુંદર ૯. હસતું ૧૦. વિરસ-મન કચવાય તેમ ૧૧. ગરજવાન ૧૨. વિલંબ ૧૩. મનધાર્યું-ઈષ્ટ.
૨૩