________________
કર્તા : શ્રી પૂજ્ય ખીમાવિજયજી મહારાજ ૧૪ મોહન ! મુજરો લેજો ! રાજ ! તુમ સેવામાં રહેશું વામા-નંદન જગદાનંદન, જેહ સુધારસ ખાણી | મુખ મટકે લોચનને લટકે, લોભાણી ઈંદ્રાણી - મોહન - ||૧|| ભવ-પટ્ટણ ચિહ્નદિશિ ચારે ગતિ, ચોરાશી લાખ ચૌટા । ક્રોધ-માન-માયા-લોભાદિક, ચોવટીયા અતિ ખોટા-મોહન ૦ ||૨|| મિથ્યા-મહેતો કુમતિ-પુરોહિત, મદન-સેનાની તોરે 1 લાંચ લઈ લખ લોક સંતાપે, મોહ-કંદર્પને જોરે-મોહન ૦ ||૩|| અનાદિ નિગોદના બંદીખાને તૃષ્ણા તોપે સખ્યો । સંજ્ઞા ચારે ચોકી મેલી, વેદ નપુંસક આંક્યો - મોહન ૦ ||૪|| ભવ-સ્થિતિ કર્મ-વિવર લઈ નાઠો, પુણ્ય-ઉદય પણ વાધ્યો । સ્થાવર વિકલેંદ્રિયપણું ઓળંગી, પંચેંદ્રિયપણું લાધ્યો-મોહનાપા માનવભવ આરજ કુલ સદ્ગુરુ, વિમલ-બોધ મલ્યો મુજને | ક્રોધાદિક સહુ શત્રુ વિનાશી, તેણે ઓળખાવ્યો તુજને-મોહન૦।।૬।। પાટણ માંહે પરમદયાળુ જગત વિભૂષણ ભેટ્યા ।
સત્તર બાણું શુભ પરિણામે, કર્મ કઠિન બલ મેટ્યા-મોહન॰ IIII સમક્તિ ગજ ઉપશમ અંબાડી, જ્ઞાન કટક બલ કીધું । ખીમાવિજય-જિન-ચરણ-પસાયે, રાજ પોતાનું લીધું-મોહન૦।।૮।।
૨૭૫