________________
કર્તા : શ્રી પૂજ્ય દેવચંદ્રજી મહારાજ 21 નેમિજિણેસર ! નિજ કારજ કર્યો, છાંડ્યો સર્વ વિભાવોજી | આતમ-શક્તિ સકળ પ્રગટ કરી, આસ્વાદ્યો નિજ ભાવોજી-નેમિ ||૧||. રાજુલ નારીરે સારી મતિ ધરી, અવલંબ્યા અરિહંતોજી | ઉત્તમ-સંગેરે ઉત્તમતા વધે, સાથે આનંદ અનંતોજી-નેમિo ||૨ || ધર્મ-અધર્મ-આકાશ અ-ચેતના, તે વિજાતી અ-ગ્રાહ્યોજી | પુદગળ ગ્રહવેરે કર્મ કલંક્તા, વાધે બાધક વાહ્યોજી નેમિ ||૩||. રાગી-સંગરે રાગદશા વધે, થાયે તિણે સંસારોજી | નિ-રાગીથી રે રાગનો જોડવો, લહીયે ભવનો પારોજી-નેમિ ||૪|| અ-પ્રશસ્તતારે ટાળી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાસજી | સંવર વાઘેરે સાથે નિર્જરા, આતમ-ભાવ પ્રકાશેજી-નેમિ ||પા. નેમિ-પ્રભુ ધ્યાને એકત્વતા, નિજ તત્વે ઈકતાનોજી | શુકલ-ધ્યાનેરે સાધી સુસિદ્ધતા, લહિયે મુક્તિ-નિદાનોજી-નેમિ Is Il અ-ગમ અ-રૂપીરે અ-લખ અ-ગોચરૂ, પરમાતમ પરમીશોજી | દેવચંદ્ર જિનવરની સેવના, કરતાં વાધે જગીશોજી-નેમિ ||૭||