________________
કર્તા શ્રી પૂજ્ય હંસરત્નજી મહારાજ ને શ્રી નેમિજિન ! તુજશું સહિરે, મેં કરી અ-વિહડ પ્રીત, તું નિસનેહી થઈ રહ્યો, પ્રભુ ! એ નહી ઉત્તમ-રીત રેસલૂણા ! મન ખોલી સામું જુઓ ! મારા વાહલા, જુઓરે જુઓરે મારા વાહલા મન ખોલી (૧). એટલા દિન મેં ત્રેવડી રે, પ્રભુજી તાહરી લાજ, આજથી ઝગડો માંડશું, જો નહિં સારે મુજ કાજરે-સલૂણો ! મન (૨) આગળથી મન માહરૂં રે, તેં કીધુંનિજ હાથ, હવે અળગો થઈને રહ્યો, તે દાવો છે તુમ સાથ રે-સલૂણા ! મન (૩) કઠિન હૃદય સહી તાહરૂં રે, વજથકી પણ બેજ', નિગુણ-ગુણે રાચે નહી, તિલ-માત્ર નહિ તુજ હેજ રે-સલૂણા ! મન (૪) મેં એકતારી આદરી" રે, નાવે તુજ મન નેહ, છોડંતા કિમ છૂટશો, આવી પાલવ વિલગ્યા જેહ રે-સલૂણા ! મન. (૫) સો વાતે એક વાત છે રે, ઉંડુ આલોચી જોય, આપણને જો આદર્યા, ઈમ જાણે જગ સહુ કોયરે-સલૂણા ! મન. (૬) જો રાખી સહી તાહરૂં રે, ભગત-વત્સલ અભિધાન, હંસરતનને તો સહી, દીજે મન વંછિત દાન રે-સલૂણા ! મન. (૭)
૧, ગાઢ ૨. રાગ વિનાનો ૩. રાખી ૪. વધુ ૫. એકમેકપણે ૬. છેડો ૭, વિચારી