________________
કર્તા : શ્રી પૂજ્ય માનવિજયજી મહારાજ ? મુનિસુવ્રત કીજે મયા રે, મનમાં આણી મહેર' | મહેર-વિહૂણા માનવી રે, કઠીન જણાય કહેરજિનેસર ! તું જગ નાયક દેવ, તુજ જગ-હિત કરવા ટેવ-જિનેસર !, બીજા જુએ કરતા સેવ-જિનેસર ! તું... //// અરહટ્ટ 'ક્ષેત્રની ભૂમિકા રે, સિંચે કૃતારથ હોય | "ધારાધર સઘળી ધરા રે, ઉદ્ધરવા સજ્જ જોય-જિનેવ તું... ||૨|| તે માટે અસ્વ ઉપરે રે, આણી મનમાં મહેર | આપ આવ્યા આફણી’ રે, બોધવા ભરૂયચ્છ શહેર-જિનેક તું ... 13 “અણ-પ્રારથતા ઉદ્ધર્યા રે, આપે કરી ય ઉપાય | ‘પ્રારથતા રહે વિલવતા રે, એ કુણ કહીયે ન્યાય ? –જિને, તું... ||૪|| સંબંધ પણ તુજ-તુજ વિચે રે સ્વામી-સેવક ભાવ | માન કહે હવે મહેરનો રે, ન રહ્યો અજર પ્રસ્તાવ-જિને તું.... //પા|
૧.દયા ૨. કઠોર ૩. રેંટ ૪, ખેતર ૫. મેઘ ૬, પોતાની મેળે ૭, માંગણી કરનારને ૮, માગણી કરનારા ૯, રોતા= રડતા ૧૦, યોગ્ય.
૨૩૭