________________
કર્તા શ્રી પૂજ્ય ઉદયરત્નજી મહારાજ 8 મુનિસુવ્રત મન મોહ્યું મારૂં, શરણ ગ્રહ્યું છે તમારૂ; પ્રાતઃ સમય જયારે હું જાણું, સ્મરણ કરૂં છું તમારૂં હો જિનજી, તુજ મૂરતિ મન હરણી, ભવ સાયર જલ તરણી હો જિનજી...૧ આપ ભરોસો આ જગમાં છું, તારો તો ઘણું સારૂં રે; જન્મ જરા મરણો કરી થાક્યો, આશરો લીધો છે મેં તારો... હો જિનજી...૨ ચું ચું ચું ચું ચિડીયા બોલે, ભજન કરે તે તમારૂ; મૂર્ખ મનુષ્ય પ્રમાદ પડ્યો રહે, નામ જપે નહીં તારૂં... હો... જિનજી...૩ ભોર થતાં બહુ શોર સુણું હું, કોઈ હસે કોઈ રૂવે ન્યારૂ; સુખીઓ સુવે દુઃખીઓ રૂવે, અકલ ગતિએ વિચારૂં... હો... જિનજી...૪ ખેલ ખલકનો બંધ નાટકનો, કુટુંબ કબિલો હું ધારું;
જ્યાં સુધી સ્વાર્થી ત્યાં સુધી સર્વે, અંત સમયે સહું ન્યારૂં... હો... જિનજી...૫ માયા જાળ તણી જોઈ જાણી, જગત લાગે છે ખારૂં રે; ઉદયરત્ન કહે પ્રભુજી હારૂં, શરણ ગ્રહ્યું છે મેં સાચુ... હો...જિનજી...૬