________________
૨૦. શ્રી મુનિસુવ્રત સ્વામીનાં સ્તવનો કર્તા : શ્રી પૂજય જશવિજયજી મહારાજમુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલસિત તન મન થાય રે | વદન અનુપમ નિરખતાં, મારા ભવભવના દુઃખ જાય રેમારા ભવભવના દુઃખ જાય, જગતગુરુ ! જાગતો સુખકંદ રે | સુખકંદ અમંદ આનંદ, પરમગુરુ ! દીપતો સુખકંદ રે... ||૧ // નિશદિન સૂતાં જાગતાં, હિયડાથી ન રહે દૂર રે | જબ ઉપગાર સંભારીયે, તબ ઉપજે આનંદ-પૂર રે-તબ૦ જગતo ||૨|| પ્રભુ-ઉપગાર ગુણે ભર્યા, મન અવગુણ એક ન સમાય રે | ગુણ-ગણ અનુબંધી હુઆ, તે તો અક્ષય-ભાવ-કહાય રે-તે તો જગતo ||૩|| અ-ક્ષય પદ દીએ પ્રેમ છે, પ્રભુનું તે અનુભવ-રૂપ રે | અ-ક્ષય સ્વર-ગોચર નહિ, એ તો અ-કલ અ-માય અ-રૂપરે-એ. જગતo ||૪|| અ-ક્ષર થોડા ગુણ ઘણા સમજતા તે ન લખાય રે | વાચક જશ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય રે-પણ૦ જગતo ||પા|
૧, સુખ, આનંદનો સમૂહ ૨, ગુણો ગુણની પરંપરાવાળા ૩. પ્રભુનો અનુભવ રૂપ જે પ્રેમ તે અક્ષયપદ આપે છે.
૨૨૫