________________
કર્તા શ્રી પૂજ્ય દાનવિજયજી મહારાજ - 1 { 'અલવેસર વઘારિયેજી, જગ-તારણ જિન-ભાણ || ચાહું છું તુજ ચાકરીજી, પણ ન મલે અહિનાણપ્રભુજી? છે મુજ તુજશું રે પ્રીતી, જયું ઘન-ચાતક-રીતિ-પ્રભુજી ||૧|| દુશ્મન કર્મ એ માહરાજી, ન તજે કેડ લગાર | આઠેને આપ-આપણોજી, અવર-અવર અધિકાર-પ્રભુજી ||૨|| ઘેરી રહે મુજને ઘણુંજી, ન મિલે મિલણ ઉપાય | જીવ ઉદાસ રહે સદાજી, કળ ન પડે તિણે ક્યાંય-પ્રભુજી ||૩|| શિર ઉપરે તુમ સારીખોજી, જો છે પ્રભુ ! જિનરાય | તો કરશું મન ચિંતવ્યુંજી, દેઈ દુશ્મન-શિર પાય-પ્રભુજી |||| સન્મુખ થઈ મુજ સાહિબાજી, દુશ્મન દૂર નિવાર | દાનવિજયની વિનતિજી, અર-જિનવર ! અવધાર-પ્રભુજી ||પા|
૧. શ્રેષ્ઠ ૨. ઓળખાણ
૨૧૩