________________
કર્તા : શ્રી પૂજ્ય જ્ઞાનવિમલજી મહારાજ 5 ' તાર ! મુજ તાર ! મુજ તાર ! જિનરાજ ! તું, આજ મેં તોહિ દીદાર પાયો | સકલ સંપત્તિ મિલ્યો આજ શુભ દિન વલ્યો, સુરમણિ આણ હું અણચિંત આયો-તાર૦ ||૧|| તાહરી આણ હું શેષ પરે શિર વહુ, નિરતો સદા હું રહું ચિત્ત-શુદ્ધિ | ભમતાં ભવ-કાનને સુરતરૂની પરે, તું પ્રભુ ! ઓળખ્યો ! દેવબુદ્ધિ-તાર૦ ||૨|| અથિર-સંસારમાં સાર ! મુજ સેવનાં, દેવના દેવ ! તુઝ સેવ સારે | શત્રુને મિત્ર સમભાવી બેઠું ગણે, ભક્ત-વત્સલ સદા બિરુદ ધારે – તાર ૦ ||૩|| તાહરા ચિત્તમાં દાસ-બુદ્ધિ સદા હું વસું, એહવી વાત દૂરે | પણ મુજ ચિત્તમાં તું હિ જો નિત વસે, તો કિશું કીજીયે મોહ શૂરે ? તારવે ||૪|| તું કૃપા-કુંભ ! ગતરંભ ! ભગવાન ! તું, સકલ-વિલોકને સિદ્ધિ – દાતા | ત્રાણ મુજ ! પ્રાણ મુજ ! શરણ આધાર તું તુ સખા ! માત ! ને તાત ! ભ્રાતા ! – તાર૦ ||પા| આતમરામ અભિરામ અભિધાન તુજ, સમરતાં જન્મનાં દુરિત જાવે | તુજ વદન-ચંદ્રમાં નિશદિન પેખતાં, નયન-ચકોર આનંદ પાવ-તાર૦ ||૬ || શ્રી વિશ્વસેન-કુળ-કમલ-દિનકર જિશ્યો, મન વસ્યો માત અચિરા મલ્હાયો | શાંતિ જિનરાજ ! શિરતાજ દાતારમાં, અભયદાની શિરે જશ ગવાયો - તાર૦ ||૭|| લાજ-જિનરાજ ! અબ દાસની તો શિરે, અવસરે મોહગ્ધ લાજ પાવે | પંડિતરાય કવિ-ધીરવિમલ તણો, સીસ ગુણ જ્ઞાનવિલાદિ ગાવે-તાર |||
૧. અચાનક ૨. પ્રસાદની જેમ ૩. તારી આજ્ઞામાં રક્ત ૪. તમારા માથે
૧૮૫