________________
કર્તા : શ્રી પૂજ્ય જીવવિજયજી મહારાજ છે, સુણ દયાનિધિ ! તુજ પદપંકજ મુન મન મધુકર લીનો | તું તો રાત દિવસ રહે સુખભીનો-સુણ૦ || પ્રભુ અચિરા માતાનો જાયો, વિશ્વસેન ઉત્તમ કુળ પાયો, એક ભવમાં દોય પદવી પાયો-સુણ૦... ||૧|| પ્રભુ ચક્રી-જિનપદનો ભોગી, શાંતિ નામ થકી થાય નીરોગી, તુજ સમ અવર નહિ દુજો યોગી-સુણ૦... ||૨|| ષ-ખંડ તણો પ્રભુ ! તું ત્યાગી, નિજ આતમ-ઋદ્ધિ તણો-રાગી | તુજ સમ અવર નહિ વૈરાગી-સુણ૦... ||૩|| વડવીર થયા સંજમ-ધારી, લહે કેવળ-દુગ-કમળા સારી | તુજ સમ અવર નહિ ઉપકારી – સુણ૦... ||૪|| પ્રભુ મેઘરથ ભવ ગુણખાણી, પારેવા ઉપર કરૂણા આણી, નિજ-ચરણે રાખ્યો સુખખાણી – સુણ૦... T[પા| પ્રભુ કર્મકટક ભવ-ભય ટાળી, નિજ આતમ-ગુણને અજુઆળી | પ્રભુ પામ્યા – શિવવધૂ લટકાળી – સુણ૦... I૬ || સાહેબ ! એક મુજરો માની જે, નિજ સેવક ઉત્તમ-પદ દીજે, રૂપ કીર્તિ કરે તુજ જીવવિજે-સુણ૦ ||૭||
૧૮૧