________________
૧૬. શ્રી શાંતિ જિનસ્તવના..
કર્તા ઃ શ્રી પૂજ્ય યશોવિજયજી મહારાજ ! ધન દિન વેલા ! ધન ઘડી તેહ ! અચિરારો નંદન જિન જદી' ભેટશુંજી લહેશું રે સુખ દેખી મુખ”-ચંદ, વિરહ-વ્યથાના દુખ મેટશુંજી
-ધન (૧) જાણ્યો રે જેણે તુજ ગુણ-લેશ, બીજો રસ તેહને મન નવિ ગમેંજી ચાખ્યો રે જેણે અમી લવ-લેશ, બાક્સ–બુક્સ તસ ન રૂચે કિમેજી
-ધન (૨) તુજ સમકિત-રસ-સ્વાદનો જાણ, પાપ કુમતને (જે) બહુ-દિન સેવીઓજી સેવે જા કરમને યોગે તોહિ, વાંછે તે સમકિત-અમૃત ધુરે લિખ્યું છે
- ધન૦(૩) તાહરું ધ્યાન તે સમકિતરૂપ, તેહજ જ્ઞાનને ચારિત્ર તેહ છે આ તેહથી જાએ સઘળાં પાપ, ધ્યાતારે ધ્યેય-સ્વરૂપ હોયૅ પહેજી
- ધન ૦ (૪) દેખીરે અદ્ભુત તાહરું રૂપ, અચરિજ ભવિક અ-રૂપી-પદ વરેજી તાહરી ગત તું જાણે દેવ, સમરણ-ભજન તે વાચક જશ કરેજી
- ધન (૫)
૧. જયારે ૨. મુખરૂપી ચંદ્ર ૩, વિયોગની પીડાના ૪. રસ હીન-કોરા ફોતરા, પ. તારા સમક્તિના રસનો સ્વાદ જેણે ચાખ્યો તે કદાચ કર્મવશ થઈ ઘણા કાળથી સેવેલ પાપની આચરણા કરે તો પણ સમક્તિ-અમૃતની જ ઈચ્છા મુખ્યપણે હોય.
૧૭૫