________________
કર્તા : શ્રી પૂજ્ય આનંદધનજી મહારાજ
ઋષભ-જિનેસ્વર પ્રીતમ' માહરો રે, ઓર ન ચાહું રે કંત | રીયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે” સાદિ-અનંત. ઋ૦ ||૧||. પ્રીત-સંગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત-સંગાઈ ન કોય | પ્રીત-સગાઈ રે “નિરૂપાધિક” કહી રે, સોપાધિક ધન ખોય ઋ છે ||૨|| કોઈ કંત-કારણ કાષ્ટભક્ષણ કરે રે, “મિલશું કંતને ધાય”| એ મેળો નવિ કહીયેં સંભવે રે, મેળો ઠામ ન ઠાય. ઋ |૩||. એ પતિ-રંજન અતિ-ઘણો તપ કરે, પતિ-રંજન તન-તાપ'' | એ પતિ-રંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, “રંજન ધાતુ -મિલાપ” ” ઋo ||૪||. કોઈ કહે – “લીલા રે અલખ અ-લખ '' તણી રે, લખ * પૂરે મન આશ' | દોષ-રહિતને લીલા નવિ ઘટે રે; લીલા દોષ-વિલાસઋ૦ ||૫|| ચિત્ત પ્રસન્ન રે પૂજન –ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ | કપટ – રહિત થઈ આતમ-અરપણા રે, આનંદધન પદ રેહ'' ઋo ||૬||.
- -
- -
-
- -
- -
- *
૧. ધણી ૨, બીજો ૩, ધણી ૪. સાદિ અનંત ભાંગો-એ જૈન સિદ્ધાંતનો પારિભાષિક શબ્દ છે, કે જેની આદિ છે. પણ અંત નથી એવા ભાંગે કરીને ૫, ઉપાધિ= મમત્વ વગરની ૬. ઉપાધિ રાગવાળી ૭. સતી થાય-બળી મરે છે ૮. દોડીને ૯. ધણીને રાજી કરવા ૧૦. બહુ જ ૧૧, શરીરને તપાવવું ૧૨, પ્રકૃતિના મળવાથી ૧૩, ન લખી શકાય એવી ૧૪. લાખો ૧૫. દોષની લહેર ૧૬, રેખા.
૧૧