________________
કત શ્રી પૂજ્ય આનંદઘનજી મહારાજદુ:ખ દોહગ દૂરે ટલ્યારે, સુખ-સંપદશ્ય ભેટ ! ધીંગ ધણી માથે કિયોરે, કુણ ગંજે નર-ખેટ? વિમળજિન ! દીઠા લોયણ આજ | મારા સીઝયા વાંછિત કાજ-વિમળo..(૧) ચરણ-કમળ કમળા વસેરે, નિર્મળ-થિર પદ દેખ! સ-મળ અ-થિર પદ પરિહરીરે, પંકજ પામર પેખ-વિમળ ..(ર) મુજ મન તુજ પદ-પંકજે રે, લીણો ગુણ-મકરંદ રંક ગણે મંદર ધરારે, ઇંદ-ચંદ-નાગંદ-વિમળ૦. (૩) સાહિબ! સમરથ તું ધણીરે, પામ્યો પરમ-ઉદાર! મન-વિસરામી' વાલહોરે, આતમચો આધાર-વિમળo..(૪) દરિશણ* દીઠે જિનતણું રે, સંશયન રહે વેધ દિનકર કર ભર પસરતાં રે, અંધકાર-પ્રતિષેધ-વિમળ૦..(૫) અમીય-ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય ! શાંત-સુધા-રસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય-વિમળ૦(૬) એક અરજ સેવક તણીરે, અવધારો જિનદેવ | કૃપા કરી મુજ દીજીયેં રે, આનંદઘન-પદ-સેવ-વિમળo(૭).
૧. મોટો-સમર્થ ૨. દુન્યવી દૃષ્ટિએ મહાપરાક્રમી પણ બીજાની હવે કોણ પરવા કરે ! ૩. લક્ષ્મી ૪. સ્થાન ૫. કમળ ૬. તુચ્છ ૭. આસક્ત થયો ૮. ફૂલનો રસ ૯. આપના ગુણમાં લીના બનેલું મારું મન સોનાના મેરૂ પર્વતને તેમજ ઇંદ્ર, ચંદ્ર અને નાગકુમારના ઇંદ્રને પણ રાંક-તુચ્છગણ છે. ૧૦, મનને સાંત્વન આપનાર ૧૧, આત્માનો ૧૨, મુખ ૧૩, આવરણ ૧૪. સ્વીકારો.
૧પ૧