________________
કર્તા : શ્રી પૂજ્ય યશોવિજયજી મહારાજ - ૬ સ્વામી ! તમે કાંઈ કામણ કીધું, ચિતડું અમારું ચોરી લીધું સાહિબા ! વાસુપૂજય જિગંદા, મોહના ! વાસુપૂજય જિગંદા, અમે પણ તુમશું કામણ કરશે, ભગતેં ગ્રહી મન-ઘરમાં ધરશું – સાહિબા (૧) મન-ઘરમાં ધરીયા-શોભા, દેખત નિત રહેશે ! થિર થોભા મને વૈકુંઠ અ-કુંઠિત-ભગતે, યોગી ભાખે અનુભવ-યુગતે-સાહિબા (૨) કલેશ વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર જો વિશુદ્ધ-મન ધર તુમે આયા, પ્રભુ તો અમે નવનિધિ રિદ્ધિ પાયા-સાહિબા (૩) સાત રાજ અલગા જઈ બેઠા, પણ ભગતે અમ મનમાં પેઠા. અલગાને વળગ્યા જે રહેવું, તે ભાણા) ખડખડ દુઃખ સહેવું-સાહિબા (૪) ધ્યાયક ધ્યેય ધ્યાનગુણ એકે, ભેદ-છેદ કરશું હવે ટેકે" ખીરનીર પરે તુમશું મિલશું, વાચક યશ કહે હેજે હલશું-સાહિબા (૫)
૧૪૫