________________
કર્તાઃ શ્રી પૂજય રતનવિજયજી મહારાજ-5 વાસુપૂજય-જિન અંતરજામી, હું પ્રણમું શિરનામી રે-મારા અંતરજામી ! ત્રિ-કરણ-જોગે ધ્યાન તમારૂં, કરતાં ભવ-ભય વારૂ રે-મારા ૦... ||૧|| ચોત્રીશી અતિશય શોભાકારી, તુમચી જાઉં બલિહારી રે-મારા |
ધ્યાન-વિજ્ઞાણે શક્તિ-પ્રમાણે, સુરપતિ ગુણ વખાણે રે – મોરા ૦... ||૨|| દેશના દેતાં તખત બિરાજે, જલધરની પેરે ગાજે રે – મારા 0 | ડા વાણી સુધા-રસ-ગણ-મણિ-ખાણી, ભાવ ધરી સુણે પ્રાણી રે – મારા.... ||૩|| દુવિધ ધરમ ધ્યાનિધિ ભાખે, હેતુ જાગતે પ્રકાશે રે - મારા 0 | ભેદ-રહિત પ્રભુ નિરખો મુજને, તો શોભા છે તુજને રે-મારા ૦... ||૪|| મુદ્રા સુંદર દીપે તાહરી, મોહ્યા અમર નર-નારી રે-મારા ૦ || સાહેબ સમતા-રસનો દરીયો, માદેવ-ગુણથી ભરીયો રે – મારા.... //પા| સહજાનંદી સાહિબ સાચો, જેમ હોયે હીરો જાચો રે મારા || પરમાતમ પ્રભુ-ધ્યાને ધ્યાવો, અક્ષય-લીલા પાવો રે – મારા છે,... II૬ || રક્ત-વર્ણ દીપે-તનુ-કાન્તિ, જોતાં ટળે ભવ-ભ્રાંતિ-રે-મારા | ઉત્તમવિજય-વિબુધનો શીશ, રતનવિજય સુ-જગીશ રે-મારા... |૭||.
૧૩૫