________________
કર્તા : શ્રી પૂજ્ય આનંદઘનજી મહારાજ 3 ચંદ્ર પ્રભુ મુખ-ચંદ્ર, સખિo ! મુને દેખણ દે ! ઉપશમ-રસનો કંદ, સખિ૦ ! સેવે સુર-નર-વૃંદ, સખિo ! વત – કલિ – મલ – દુઃખ, દંદ – સખિo ||૧|| સુહમ નિગોદે ન દેખીયો, સખિ૦-બાદર અતિથિ વિશેષ – સખિ૦ ! પુઢવી-આઉ ન દેખીઓ, સખિ૦ તેઉ-વાઉ ન લેશ - સખિ૦ ||૨|| વનસ્પતિ અતિ-ઘણ દીહા, સખિ૦ દીઠો નહિય દિદાર – સખિo ! બિ-તિ-ચઉરિંદી જળલિહા, સખિ૦ ગતસન્ની પણ ધાર-સખિ૦ ||૩|| સુર-તિરિ-નરય નિવાસમાં, સખિ૦ મનુજ અનારજ સાથ-સખિo ! અપજત્તા-પ્રતિભાસમાં સખિ૦ સુતર ન ચઢીયો હાથ-સખિ૦... ||૪||. ઈમ અનેક થલ જાણીયે, સખિ૦ દરિસણ વિણ જિનદેવ-સખિo ! આગમથી મતિ આણીયે, સખિ૦ કીજે નિરમલ સેવ-સખિ૦... ||૫|| નિર્મલ સાધુ-ભગતિ લહી, સખિ૦ યોગ-અવંચક હોય-સખિ૦ ! કિરિયા-અવંચક તિમ સહી, સખિ-ફળ–અવંચક જોય-સખિ૦... ll૧ || પ્રેરક અવસર જિનવરૂ, સખિ૦ મોહનીય ક્ષય થાય-સખિ૦ ! કામિત-પૂરણ-સુરતરૂ, સખિ૦ આનંદઘન પ્રભુ પાય-સખિ૦... ||૭||
૧. પાપ, મલ અને દુઃખોના સમૂહથી રહિત ૨, ઘણા ૩. દિવસ ૪. જળચર જીવો ૫. અસંજ્ઞી ૬. સમજણવાળા= પર્યાપ્તમાં ૭, આ અવસરે શ્રી તીર્થંકર દેવ પ્રેરકરૂપે મળી જાય તો
૯૩